Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 07:18:58 PM IST
 

ગ્રાફિક ડિઝાઇનિંગ : કલા અને કમાણીનું ક્ષેત્ર

May 06, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 1328
Rate: 0
Rating:
Bookmark The Article

Study Option - Prashant Patel

વહેલી સવારે ચા સાથે વાંચવામાં આવતું ન્યૂઝ પેપર હોય કે ન્યૂઝ ચેનલ હોય, આકર્ષક પોસ્ટર્સ, બેનર્સ, બ્રોશર્સ, પ્રોડક્ટની જાહેરાત, ઇલસ્ટ્રેશન, ફિલ્મ અને ટીવી પ્રોગ્રામના ટાઇટલને જોઈને દરેકનું આર્કિષત થવું સ્વાભાવિક છે, પરંતુ તેને લોકો સુધી પહોંચાડવામાં સૌથી વધારે મહેનત ગ્રાફિક ડિઝાઇનરની ટીમે જ કરવી પડે છે. તેને તૈયાર કરવા માટે ડિઝાઇનરોની એક ટીમ હોય છે અને તેણે સારા પરિણામ માટે રચનાત્મક વિચારની સાથે સાથે તનતોડ મહેનત પણ કરવી પડે છે

અનેક ક્રિએટિવ ક્ષેત્રો છે, તેમાંનું એક ક્ષેત્ર છે ગ્રાફિક ડિઝાઇનિંગ. જેમાં બધી જ વસ્તુઓની ડિઝાઇન તૈયાર થાય છે. ડિઝાઇનને જ કોઈ વસ્તુની સફળતાનો મોટો આધાર ગણાય છે. જો વસ્તુની ડિઝાઇન સારી નહીં હોય તો તે વસ્તુ બજારમાં અનેક પ્રતિસ્પર્ધી ઉત્પાદકો સામે ટકી શકતી નથી.

શક્યતઃ ગણતરીનાં વર્ષોમાં જ ગ્રાફિક ડિઝાઇનિંગ ભારતનું સૌથી વધારે વિકસિત ક્ષેત્ર બનશે. વિઝ્યુઅલ, કમ્યુનિકેશન, એડવર્ટાઇઝિંગ, પ્રકાશન, મીડિયા, પ્રોડક્શન હાઉસ, કમ્પ્યુટર ડિઝાઇનના ક્ષેત્રમાં ગ્રાફિક ડિઝાઇનરોની માગ વધશે. એક સમય એવો હતો જ્યારે બધું જ પેકેજ વિદેશથી આઉટસોર્સ કરવામાં આવતું, પરંતુ હવે ભારતમાં પણ તેના પ્રત્યે લોકોની જાગરૂકતા વધી છે. હવે કોઈ પણ ક્ષેત્રની મોટા ભાગની ડિઝાઇન અહીં જ તૈયાર કરવામાં આવે છે. ઉલટું ભારતથી વિદેશમાં મોકલવામાં આવે છે. રોજિંદી વપરાશની વસ્તુઓના પેકિંગથી માંડીને સમાચારપત્ર, ટીવી ચેનલ્સ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા વેબસાઇટ પર ગ્રાફિક ડિઝાઇનરોની ઘણી માંગ છે.

શું છે ગ્રાફિક ડિઝાઇનિંગ?

ગ્રાફિક ડિઝાઇનિંગમાં કેરેક્ટર અને ગ્રાફિકલ એલિમેન્ટનો વિશેષ પ્રયોગ કરવામાં આવે છે. ગ્રાફિક ડિઝાઇનિંગ એ એક એવું આર્ટ છે, જેમાં ટેક્સ્ટ અને ગ્રાફિક દ્વારા કોઈ ને કોઈ સંદેશ લોકો સુધી પ્રભાવશાળી રીતે પહોંચાડવામાં આવે છે. આ સંદેશ ગ્રાફિક્સ, લોગો, બ્રોશર, ન્યૂઝ લેટર, પોસ્ટર અથવા કોઈ પણ રૂપમાં હોઈ શકે છે.

અભ્યાસક્રમ

અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રમુખ ડિઝાઇનરો વિશે અવગત કરાવવાથી લઈને કમ્પ્યુટર દ્વારા અનેક પ્રયોગ અંગેની જાણકારી આપવામાં આવે છે. તેના અંતર્ગત કેટલાય પ્રકારના સોફ્ટવેર જેવાં કે ઇનડિઝાઇન, કોરલ ડ્રો, ફોટોશોપ, પેજમેકર, ક્વાર્ક એક્સપ્રેસ, 2d, 3d એનિમેશન, 3d સ્ટુડિયો મૈક્સની જાણકારી આપવામાં આવે છે. વિજ્ઞાપન એજન્સીઓમાં જાહેરાતનો લે-આઉટ બનાવવો, પોસ્ટર્સ, બેનર્સ ડિઝાઇન કરવી, કાર્ટૂન તૈયાર કરવું, ફિલ્મમાં પ્રોડક્શન સંબંધી કાર્ય તથા વેબસાઇટ પર વેબ પેજની ડિઝાઇનિંગ વગેરેનું જ્ઞાન પ્રશિક્ષણ દરમિયાન આપવામાં આવે છે.

વ્યક્તિગત કૌશલ્ય

ભીડમાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે વિદ્યાર્થીએ પોતાના વિચારોને સકારાત્મક બનાવવા પડશે ત્યારે જ કોઈ અલગ થિમ તમારી સામે આવશે.

આજે દિવસે ને દિવસે નવી નવી ડિઝાઇનો આવી રહી છે. જે આ જ ગ્રાફિક ડિઝાઇનરોની દેણ છે. ક્લાયન્ટની પસંદગી સમય મુજબ બદલાતી રહે છે. તેથી ક્લાયન્ટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવી

જરૂરી છે.

ગ્રાફિક ડિઝાઇનરનું કામ કમ્પ્યુટર પર આધારિત છે, તેથી કમ્પ્યુટરનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે.

વાસ્તવમાં ગ્રાફિકનું અસલી કામ હાથથી સ્કેચ અને કાર્ટૂન બનાવીને થાય છે. તેથી સારું સ્કેચ કે કાર્ટૂન બનાવતા આવડવું જોઈએ.

વાંચવાની ટેવ અને ન્યૂઝ સેન્સ.

પગાર ધોરણ

ગ્રાફિક ડિઝાઇનિંગ એક એવું ક્ષેત્ર બની ગયું છે જેમાં પૈસાની કમી નથી. જો તમારી ક્રિએટિવિટી જબરજસ્ત હોય તો તમે લાખોમાં રમી શકો છો. જોબથી લઈને ફ્રીલાન્સિંગ સુધી પૈસાની બોલબાલા છે. શરૂઆતના તબક્કામાં ટ્રેઇની ગ્રાફિક ડિઝાઇનરને આશરે ૫-૭ હજાર રૂપિયા પ્રતિમાસ મળે છે. જુનિયર ગ્રાફિક ડિઝાઇનરને આશરે ૧૨-૧૫ હજાર રૂપિયા પ્રતિમાસ મળે છે. સિનિયર કે એક-બે વર્ષનો અનુભવ થઈ ગયા પછી આશરે ૧૮-૨૦ હજાર પગાર સરળતાથી મળે છે. આર્ટ ડાયરેક્ટરને આશરે ૩૫-૪૦ હજાર તથા ડિઝાઇનર હેડને ૫૦-૬૦ હજાર રૂપિયા પ્રતિમાસ સરળતાથી મળે છે. જ્યારે ફ્રીલાન્સ્િગ કરવાવાળા લાખોમાં કમાણી કરી શકે છે.

શૈક્ષણિક સંસ્થાઓ

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ.

ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સેન્ટર, મુંબઈ.

ડિપાર્ટમેન્ટ ઓફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ગુવાહાટી.

આ સિવાય ઘણી ખાનગી સંસ્થાઓ છે જે ગ્રાફિક ડિઝાઇન અને મલ્ટિમીડિયાનો કોર્સ ચલાવે છે. દરેક સંસ્થાઓમાં કોર્સને અનુરૂપ ફીનું ધોરણ અલગ અલગ હોય છે.

નોકરી ક્યાં મળશે?

સર્વેક્ષણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારાં વર્ષોમાં હજારોથી લઈને લાખોની સંખ્યામાં ગ્રાફિક ડિઝાઇનરોની જરૂર પડશે. રોજગારના સ્વરૂપને જોઈએ તો ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કર્યા પછી જુનિયર ગ્રાફિક ડિઝાઇનર, સિનિયર ગ્રાફિક ડિઝાઇનર, આર્ટ ડાયરેક્ટર તથા ડિઝાઇન હેડ જેવાં પદ મળે છે. તમે નીચેની જગ્યાઓ પર નોકરી શોધી શકો છો.

ન્યૂઝ પેપર, મેગેઝિન તથા ઇલેક્ટ્રોનિક મીડિયા.

પ્રોડક્શન હાઉસ તથા ટીવી ચેનલ્સ.

એડ એજન્સીઓ.
બુક પબ્લિશર.

વિવિધ વસ્તુઓના ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓ.

ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી.

ઇન્ટીરિયર આર્િકટેક્ચર.

ફ્રીલાન્સિંગનું કાર્ય અથવા પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકાય છે.

શૈક્ષણિક યોગ્યતા

જે રીતે ગ્રાફિક ડિઝાઇનના ક્ષેત્રમાં રોજગારની તકો જોવા મળી રહી છે તે જ રીતે અભ્યાસક્રમમાં પણ ફેરફારો આવી રહ્યા છે. ફાઉન્ડેશન કોર્સથી લઈને ચાર વર્ષ સુધીના ડિગ્રી કોર્સ હાલમાં ઉપલબ્ધ છે.

ગ્રાફિક ડિઝાઈનિંગનું ક્ષેત્ર શિક્ષણ માટે પણ ઘણું વિશાળ માનવામાં આવે છે. તેથી ઘણી ખાનગી ઇન્સ્ટિટયૂટ્સમાં ર્સિટફિકેટ કોર્સમાં એડમિશન મેળવવા માટે એચએસસી પાસ વિદ્યાર્થીને પણ પ્રવેશ મળી શકે છે. આ ઉપરાંત સરકાર માન્ય ર્સિટફિકેટ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પણ વિદ્યાર્થીનું કોર્સના ગાળા મુજબ એસએસસી અથવા એચએસસી પાસ હોવું અનિવાર્ય છે.

શૈક્ષણિક યોગ્યતામાં ૧૦ + ૨ પાસ હોવું અનિવાર્ય છે. ત્યાર બાદ જ તમે પછીના અભ્યાસમાં આગળ વધી શકો છો.

સ્નાતક અને અનુસ્નાતક ઉપરાંત ઘણા ડિપ્લોમા તથા પી.જી. ડિપ્લોમા કોર્સ પણ કરાવવામાં આવે છે. જેનો સમયગાળો એક વર્ષથી લઈને બે વર્ષ સુધીનો હોય છે.

જ્યારે ૧૨મું ધોરણ પાસ કર્યા પછી ૧૨ મહિનાથી લઈને ૩૬ મહિના સુધીનો અભ્યાસક્રમ આ ક્ષેત્રમાં છે.

કેટલીક સંસ્થાઓમાં પ્રવેશ પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં પાસ થવું જરૂરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com