Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 05:21:13 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

વિદેશમાં શિક્ષણ મેળવવા સ્કોલરશિપ મળે?

May 06, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 1258
Rate: 0
Rating:
Bookmark The Article

Study Abroad - Maulin Raval

* હું બી.ઈ. મિકેનિકલ ફર્સ્ટક્લાસ સાથે ૨૦૧૧માં પાસ થયો છું અને મારી આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી લોન મેળવી કેનેડા કે જર્મનીમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી સેટલ થઈ લોનની રકમ પેબેક કરવા માગું છું, પરંતુ હું ખૂબ જ કન્ફ્યુઝ છું કે બેમાંથી કયો કન્ટ્રી પસંદ કરું? - મેહુલ પટેલ, અમદાવાદ

બંને કન્ટ્રી સારા જ છે. જર્મનીની ઘણી મિકેનિકલ પ્રોડક્ટ્સ આપણે ત્યાં બ્રિટિશ રાજ્ય હતું ત્યારે પણ આવતી અને લોકો મેઇડ ઇન જર્મનીની વસ્તુઓ પસંદ કરતા. ટૂંકમાં, જર્મની આજે પણ તે માટે પ્રખ્યાત છે. કેનેડામાં પણ જર્મનની જેમ ઉત્તમ સ્ટડી કરી શકાય છે. બંને દેશમાં સેટલ થવા માટે કેનેડામાં અંગ્રેજી અને જર્મનીમાં જર્મન ભાષા શીખી લેવાથી સેટલ થવામાં સરળતા પડે. * મારા મંતવ્ય પ્રમાણે તમારી ડિગ્રી જોતાં જર્મની ઉચિત છે. જો જર્મનીમાં એડમિશન ન મળે તો કેનેડાને પસંદ કરજો.

મેં બી.કોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. નોકરી માટે કયા કન્ટ્રીમાં પ્રયત્ન કરું

તેજસ દાંડવાલા, અમદાવાદ.

માત્ર બી.કોમની ડિગ્રી પ્રાપ્ત કરવાથી ફોરેન કન્ટ્રીમાં નોકરી મળવાની શક્યતા નહિવત્ છે. હજુ વધુ સારી ડિગ્રી મેળવી અંગ્રેજી ભાષા માટેની પરીક્ષાઓ આપ્યા પછી જાતે જ ઓનલાઇન પ્રયત્ન કરી જુઓ.

* મારો સ્ટુડન્ટ વિઝા એક વાર રિજેક્ટ થયો છે તો યુનિર્વિસટી ચેન્જ કરીને બીજી વાર એપ્લાય કરું ત્યારે કયા સવાલો પૂછશે?

નિશાબહેન પટેલ, વડોદરા.

બીજી વાર કે ત્રીજી વારમાં કયા સવાલો પૂછશે તેનું લીસ્ટ ઘણું લાંબું છે, કારણ તમે બીજી યુનિર્વિસટી બદલી તે એપ્રુવ્ડ છે કે નહીં, પહેલી વારમાં શું પૂછયું તેના શું જવાબ આપ્યા વગેરે જાણ્યા પછી જ માર્ગદર્શન યોગ્ય રીતે આપી શકાય.

* મેં કમ્પ્યુટર એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કર્યું છે અને IELTS માં પાંચ બેન્ડસ છે. ઘણા એજન્ટસ કહે છે કે કેનેડામાં ઘણાં ટાઉનમાં ખૂબ જ ઠંડી હોવાથી કેનેડાની ગવર્નમેન્ટ સહેલાઈ વિઝા આપે છે, કારણ તેણે તે પ્રદેશ ડેવલપ કરવો છે તો હું સ્ટડી માટે એપ્લાય કરું?

રાકેશ પટેલ, અમદાવાદ.

સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવા માટે ઠંડા શહેરને કે પ્રદેશને કોઈ લેવાદેવા નથી. તમને ખોટી

માહિતી મળી છે. તમારો IELTSનો સ્કોર વધારો.

* હું ધોરણ ૧૨ સાયન્સ કરું છું. ત્યારબાદ પાઇલટનો અભ્યાસ કરવા માટે મારા પિતા મને ફિલિપાઈન્સના મનિલા સિટીમાં જવાનું કહે છે અને મારી ઇચ્છા કેનેડા જવાની છે તો કયો કન્ટ્રી અને સિટી સારાં?

દેવાંગ પટેલ, મહેસાણા.

તમને જે કન્ટ્રી કે શહેર પસંદ હોય તે માટે પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ પાઇલટની ટ્રેનિંગ માટે અમેરિકા કન્ટ્રી કેનેડા કરતાં બેટર છે. અમેરિકામાં આ માટે જુદી જુદી ઘણી ટ્રેનિંગ કોલેજીસ છે, તેમાં એડમિશન મેળવી તમે ગ્રેજ્યુએટ સારા ટકા સાથે થાવ તો સહેલું પડે.

* મેં એક એજન્ટ મારફતે ૨૦૧૦માં અમેરિકાના એચ - ૧ - બી માટે ફાઇલ કરેલ છે જેનો હજુ સુધી ઈમિગ્રેશનનો નંબર આવ્યો નથી. એજન્ટને પૂછયું તો એવું કહે છે કે અમેરિકામાં ખૂબ જ મંદી ચાલે છે તેથી રાહ જુઓ, હજુ ઘણી વાર લાગશે. મને એચ ૧- બી વિઝા મળી શકે?

અમીત પટેલ, નવસારી.

ના. તમે સૂર્યના પ્રકાશમાં ખુલ્લે આમ છેતરાઈ ગયા હોય અર્થાત્ તમને એજન્ટ છેતરે છે કે તમારી સાથે છેતરપિંડી થઈ રહી હોય તેવું મને લાગે છે. અમેરિકાના ઈમિગ્રેશન રૂલ્સ પ્રમાણે કોઈ પણ પ્રકારની તમારા જેવી કે બીજી કોઈ પિટિશન ફાઈલ થાય કે થોડાક જ દિવસમાં તે ફાઈલ નંબર સાથે નોટિસ ઓફ એક્શનના હેડિંગવાળી રિસિપ્ટ આપવામાં આવે છે. તમારી પિટિશન જો ખરેખર થઈ હોય તો બે વર્ષ સુધી પહોંચ તથા નંબર આવે નહીં તે અસંભવ છે. બીજું એચ - ૧બી કોઈ પણ એજન્ટ અપાવી શકે નહીં તેના માટે અમેરિકાના એમ્પ્લોયર તેમની કંપનીના લોયર અર્થાત્ એટર્ની મારફતે જ પિટિશન ફાઈલ કરે અને તે પહેલાં તમને જોબ ઓફર, લેબર સેટિસ્ફેક્શન વગેરે અનેક વિધિ કરે પછી જ ઈન્ટરવ્યૂ આવે. એજન્ટ પાસેથી પૈસા પાછા માંગી જુઓ.

mrforeignstudy@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com