Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 11:36:59 PM IST
 

ખંભાળિયા રેલવે સ્ટેશને ૨૦૦ જેટલા ઉતારૂઓ રઝળી પડયા

May 07, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 430
Rate: 0
Rating:
Bookmark The Article

ખંભાળિયા, તા.૬

ગત રાત્રે મહેસાણા-ઓખા ટ્રેન ૧૧ વાગ્યે ખંભાળિયા રેલવે સ્ટેશને આવી ત્યારે ટ્રેનમાં ચીક્કાર ગરદીના કારણે આશરે ૨૦૦ જેટલા ઉતારૂઓ ટ્રેનમાં ચડી શક્યા ન હતા.તો ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.આ કારણે થોડીવાર અફડા તફડી મચી હતી.

  • નિયત સમય કરતા આ ટ્રેન નિયમિત એકાદ કલાક મોડી દોડે છે

મહેસાણા-ઓખા વચ્ચે દોડતી ટ્રેન (ટ્રોલી)નો ખંભાળિયા રેલવે સ્ટેશને પહોંચવાનો સમય રાત્રિના ૯.૫૫ કલાકનો છે.પરંતુ આ ટ્રેન દરરોજ એકાદ કલાક મોડી હોય છે.

ગત રાત્રે શનિવારે આ ટ્રેન ખંભાળિયામાં રાત્રે ૧૧ વાગ્યે આવી હતી.રવિવાર અને પૂનમના કારણે આ ટ્રેનમાં ચીક્કાર ગરદી હતી.બીજી બાજુ ખંભાળિયા રેલવે સ્ટેશનેથી ૨૫૦ જેટલા ઉતારૂઓ આ ટ્રેનમાં જવા માગતા હતાં.આ કારણે ટ્રેનમાંથી ઉતરવા માગતા ઉતારૂઓને નીચે ઉતરવામાં નાકે દમ આવી ગયો હતો.માત્ર બે રેલવે પોલીસ દંડા પછાડતા હતાં, પરંતુ ટ્રેનમાં પગ મુકવાની પણ જગ્યા ન હોવાથી ભારે અફડા તફડી મચી ગઈ હતી.એક તો રવિવાર અને પૂનમ હોવાથી દ્વારકાધીશના દર્શને જનારાઓની મોટી ભીડ હતી.આ કારણે ૨૦૦ જેટલા ઉતારૂઓ ટ્રેનમાં ચડી ન શકતા દેકારો મચી ગયો હતો.રવિવાર અને પુનમના દિવસે આ ટ્રેનમાં ચીક્કાર ટ્રાફિક રહેતો હોવા છતાં રેલવે તંત્ર દ્વારા કોચ વધારવાની કોઈ તસ્દી લેવામાં આવતી ન હોવાથી મુસાફરોને પરેશાની ભોગવવી પડે છે.આ ઉપરાંત આ ટ્રેન નિયમિત મોડી દોડતી હોય ટ્રેન નિયત સમયે દોડાવવા તેમજ રેલવે તંત્રએ દર પુનમે એક વધારાની ટ્રેન દોડાવવી જોઈએ તેવી માગણી ઉઠી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com