Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 02:04:35 AM IST
 

ગરીબ કલ્યાણ મેળાના નામે લખલૂંટ ખર્ચ કરી ભાજપનો પ્રચાર

May 07, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 396
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર તા.૬ :

  • ધ્રોલ-જોડીયાના ધારાસભ્યએ કરેલો આક્ષેપ

ધારાસભ્યએ નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત રાજયની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા તાલુકા મથકોએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ રહયા છે. જેમાં ગરીબોના નામે લખલૂંટ ખર્ચાઓ કરવામાં આવી રહયા છે. અગાઉની સરકારો આઝાદી પછીથી જે સહાય ગરીબોને ઘરબેઠા જુદા-જુદા વિભાગો દ્વારા પહોંચાડતી હતી તે જ શિષ્યવૃતિ, કૃષિ વિષયક સહાયો તેમજ અન્ય વિસ્તાર સહાયો હાલની રાજય સરકાર પ્રજાના પરસેવાના પૈસા બગાડીને ગરીબ કલ્યાણ મેળા કરીને આપી રહી છે. જે સહાયને નામે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનો પ્રચાર કરી રહી છે.

તમામ વિભાગોમાં કચેરીઓમાં પ્રજાના કામો ખોરંભે ચડયા છે. હજારો વિદ્યાર્થીઓ આવા ગરીબ કલ્યાણ મેળાને કારણે એસટી બસો બંધ થવાથી લોકો પરેશાન થઈ રહયા છે. સરકારી બસો ગરીબ કલ્યાણમેળામાં રોકાતી હોવાથી અપડાઉન કરતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપવાસ પુરા કરી સીધા જ ગરીબ કલ્યાણ મેળા શરૂ કરી રાજય સરકાર રાજયની તીજોરી ખાલી કરવાની પેરવી કરી રહી છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ સરકારને તેની ખુરશી બચાવવામાં જ રસ છે. ધારાસભ્યએ નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત રાજયની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા તાલુકા મથકોએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ રહયા છે. જેમાં ગરીબોના નામે લખલૂંટ ખર્ચાઓ કરવામાં આવી રહયા છે. અગાઉની સરકારો આઝાદી પછીથી જે સહાય ગરીબોને ઘરબેઠા જુદા-જુદા વિભાગો દ્વારા પહોંચાડતી હતી તે જ શિષ્યવૃતિ, કૃષિ વિષયક સહાયો તેમજ અન્ય વિસ્તાર સહાયો હાલની રાજય સરકાર પ્રજાના પરસેવાના પૈસા બગાડીને ગરીબ કલ્યાણ મેળા કરીને આપી રહી છે. જે સહાયને નામે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનો પ્રચાર કરી રહી છે.

તમામ વિભાગોમાં કચેરીઓમાં પ્રજાના કામો ખોરંભે ચડયા છે. હજારો વિદ્યાર્થીઓ આવા ગરીબ કલ્યાણ મેળાને કારણે એસટી બસો બંધ થવાથી લોકો પરેશાન થઈ રહયા છે. સરકારી બસો ગરીબ કલ્યાણમેળામાં રોકાતી હોવાથી અપડાઉન કરતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપવાસ પુરા કરી સીધા જ ગરીબ કલ્યાણ મેળા શરૂ કરી રાજય સરકાર રાજયની તીજોરી ખાલી કરવાની પેરવી કરી રહી છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ સરકારને તેની ખુરશી બચાવવામાં જ રસ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com