Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 08:48:32 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ફેસબુક આઈપીઓ : ઝુકરબર્ગ ૯૦.૩ કરોડ ડોલર ટેક્સ ચૂકવશે

May 07, 2012 Business > Business News
 
Tags:   Facebook IPO taxes Mark Zuckerbeg comment     E-Mail     Print    
 
Viewed: 1629
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

ન્યૂયોર્ક, તા. ૬

માત્ર બજાર જ નહીં યુએસ ટેક્સ ઓથોરિટી પણ ખૂબ જ આતુરતાપૂર્વક ફેસબુકના આઈપીઓની રાહ જોઈ રહી છે. સોશિયલ નેટવર્કિગ સાઈટના આગામી આઈપીઓને પગલે ફેસબુકના ચીફ માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં અનેક ગણો વધારો થશે ત્યારે અમેરિકન ટેક્સ ઓથોરિટીનું માનવું છે કે આ આઈપીઓ બાદ ઝુકરબર્ગે ૯૦.૩ કરોડ ડોલર જેટલી જંગી રકમ યુએસ ટેક્સ ઓથોરિટીને કર સ્વરૃપે ચૂકવવાની રહેશે.

ઝુકરબર્ગને તેના શેર્સનાં વેચાણમાંથી ૧૪.૨ કરોડ ડોલર ઊભા થવાની અપેક્ષા

 રસપ્રદ બાબત એ છે કે આઈપીઓની ૧.૦૪૫ અબજ ડોલરની કુલ કમાણીમાંથી ૮૫ ટકાથી વધુ રકમ તેણે કરસ્વરૃપે ચૂકવવી પડશે તેમ માનવામાં આવે છે. ઝુકરબર્ગને ફેસબુકમાં તેના પોતાના શેર્સના વેચાણમાંથી ૧૪.૨ કરોડ ડોલર (રૃ. ૭૦૦ કરોડ)ની ચોખ્ખી કમાણીની અપેક્ષા છે. ફેસબુકનો આઈપીઓ આ વર્ષના અંતમાં બજારમાં આવશે અને રોકાણકારોની આકાંક્ષાના આધારે તેના ૭૭થી ૯૬ અબજ ડોલર ઊપજી શકે છે.

આ આઈપીઓમાં રોકાણ કરવા માટે રોકાણકારોને આકર્ષવા આવતી કાલથી આઈપીઓ રોડ-શો શરૃ થશે. અમેરિકાસ્થિત એક રિસર્ચ કંપની પ્રિવકોનાં વિશ્લેષણ અનુસાર ૨૭ વર્ષીય ઝુકરબર્ગે ૭૧.૪ કરોડ ડોલર નેશનલ ટેક્સ અને ૧૮.૯ કરોડ ડોલર સ્ટેટ ટેક્સ તરીકે ચૂકવવાના રહેશે. આ ચુકવણી બાદ પણ તેની પાસે ૧૪.૨ લાખ ડોલર જેટલી રકમ રહેશે.

પ્રિવકોના સ્થાપક અને સીઈઓ સામ હમદેહે જણાવ્યું હતું કે અમારી ગણતરીઓ મુજબ માર્ક ઝુકરબર્ગે આ વર્ષે કેલિર્ફોિનયા રાજ્યને ૧૮.૯ કરોડ ડોલરની ચુકવણી કરવાની રહેશે. પ્રિવકોના અંદાજ મુજબ મહત્તમ ૩૬ ટકા ફેડરલ ટેક્સ અને ૯.૩ ટકા લઘુતમ કેલિર્ફોિનયા ટેક્સના સંયોજનરૃપ કુલ ટેક્સ ૪૩ ટકા જેટલો થવાનો અંદાજ સેવાય છે. કંપનીએ ઉમેર્યું હતું કે ઝુકરબર્ગની કર ચુકવણીથી કેલિર્ફોિનયા રાજ્યને તેની બજેટખાધ ઘટાડવામાં મદદ મળશે.

હમદેહે જણાવ્યું હતું કે બજેટખાધ ઘટાડવા માટે કેલિર્ફોિનયાને ભંડોળની તાતી જરૃર છે અને રાજ્ય માટે ભંડોળ ઊભું કરવા આનાથી વધુ સારી કોઈ તક હોઈ શકે નહીં. ઝુકરબર્ગ ફેસબુકમાં કુલ ૫૩.૩૮ કરોડ શેર્સ ધરાવે છે અને તે આઈપીઓમાં ૩.૦૨ કરોડ શેર્સ વેચી શકે છે. ફેસબુકના શેર્સનું વેચાણ ૨૮થી ૩૫ ડોલરની ભારવરેન્જમાં થવાની શક્યતા છે. ફેસબુકના સીઈઓ દ્વારા જાળવી રાખવામાં આવનાર બાકીના ૫૦.૪ કરોડ શેર્સનું મૂલ્ય આઈપીઓ બાદ ૧૭.૬ અબજ ડોલર થશે તેમ મનાય છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com