ભાવનગરતા.૬
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સુચના અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની બીજા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે.અને ઉત્તરવહી મૂલ્યાકંનની કામગીરીમાં હજુ પણ ચાલી રહી છે.ત્યારે ઉત્તરવહી મુલ્યાકંનમા ગેરહાજર રહેનારા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના શિક્ષકો સામે શિક્ષાત્મક અને અસરકારક પગલા ભરવામાં શિક્ષણ બોર્ડ નિષ્ફળ રહ્યાની છાપ શૈક્ષણિક જગતમાં પ્રવર્તી છે.
- માત્ર નોટિસો આપીને સંતોષ માનતું શિક્ષણ બોર્ડ
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સુચના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલી ધો-૧૧ વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-૨ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે.અને શિક્ષણ બોર્ડ દ્વારા સૈરાષ્ટ્રના સેન્ટરો માટે રાજકોટમાં ધો-૧૧ વિજ્ઞાનપ્રવાહના સેમેસ્ટર-૨ની પરીક્ષાની ઉત્તરવહીના મુલ્યાકંનની કામગીરી આજે પણ શરૂ છે. ધો-૧૧ના સેમેસ્ટર-૨ના મૂલ્યાકંનમાં ભાવનગરના ૨૫ શિક્ષકોમાંથી માત્ર ૬ જ શિક્ષકો હાજર થયા છે.બાકીના ૧૯ જેટલા શિક્ષકો ઘેરહાજર રહ્યા રહ્યા હતા.અને ઘેરહાજર રહેનારા સેલ્ફફાઈનાન્સ સ્કૂલના શિક્ષકોને પેપર મુલ્યાકંન માટે હાજર થવા માત્ર શિક્ષણ બોર્ડ દ્વારા નોટિસ જ કાઢવામા આવી રહી છે.નોટિસથી આગળ બોર્ડ દ્વારા કોઈ જ કાર્યવાહી આગળ નહિ થતી હોવાથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનુ મોરલ તુટી રહ્યુ છે.સેલ્ફફાઈનાન્સ સ્કૂલના શિક્ષકોની ગેરહાજરીને લીધે ઉત્તરવહી મુલ્યાકંનની કામગીરી નાહકની લંબાતી રહે છે,આ સંજોગોમાં શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાકંનની કામગીરીમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે અસરકારક અને શિક્ષકાત્મક પગલા ભરવામાં શિક્ષણ બોર્ડ નિષ્ફળ રહ્યુ છે.
માન્યતા રદ કરવા સહિતના પગલા ભરવામાં બોર્ડની પીછેહટ
સેલ્ફ ફાઈનાન્સ શાળાના શિક્ષકો પેપર મુલ્યાકંનની કામગીરીમા ગેરહાજર રહેતા હોવા છતા શિક્ષણ બોર્ડ દ્વારા અસરકાર કામગીરી થતી નથી.અને નોટિસો આપીને સંતોષ માનતુ શિક્ષણ બોર્ડ સેલ્ફફાઈનાન્સ શાળાની માન્યતા રદ કરવા સહિતના પગલા ભરવામાં કેમ પીછેહઠ કરી રહ્યુ છે.તેવો સવામણનો સવાલ શૈક્ષણિક જગતમાંથી ઉઠવા પામ્યો છે.