Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:05:17 PM IST
 

સુરેન્દ્રનગર સેન્ટ્રલ એકસાઈઝના સુપ્રિટેન્ડન્ટને ચાર્જશીટ ૫કડાવાયું

May 07, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 375
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૬

ભાવનગર સેન્ટ્રલ એકસાઈના કમિશનોરેટ હેઠળ આવતા સુરેન્દ્રનગર સેન્ટ્રલ એકસાઈઝ ડિવિઝનમાં ફરજ બજાવતા એક સુપ્રિ.ને નિકાસકારે સ્પોન્સરશીપ માટે નાણાં ન આપવાના કારણે નિકાસકારને ધંધે લગાડવા માટે નિકાસકર્તાએ સાઉથ આફ્રિકા નિકાસ કરેલા સિરામિકના બે કન્ટેઈનરમાં વિસ્ફોટકો આવી રહયા છે તેવી ખોટી માહિતી આપીને સાઉથ આફ્રિકાની સરકારને ધંધે લગાડનાર સુપ્રિ.ને આખરે જુદી જુદી એજન્સીઓની તપાસના અંતે ચાર્જશીટ ફટકારાતા એકસાઈઝ વિભાગમાં સનસનાટી પ્રસરી ગઈ છે.આ સુપ્રિ.ને કારણે ભારતની આબરૂના આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધજાગરા ઉડયા છે.

  • સ્પોન્સરશીપ માટે નાણાં ન આપતા કન્ટેઈનરમાં વિસ્ફોટકો આવી રહ્યાની ખોટી માહિતી સાઉથ આફ્રિકાને આપી હતી

સુરેન્દ્રનગર એકસાઈઝ ડિવિઝન હેઠળ આવેલી સિરામિક ફેકટરી દ્વારા વોશબેસીન તથા અન્ય ચીજવસ્તુનું ઉત્પાદન કરી નિકાસ કરવામા આવે છે ત્યારે સુરેન્દ્રનગર એકસાઈઝમાં ફરજ બજાવતા સુપ્રિ.ને શુટીંગ સ્પર્ધામાં જવાનું હોવાથી સ્પોન્સરશીપ માટે સિરામિક ફેકટરીના માલિકોને જાણ કરાઈ હતી.આથી સુપ્રિ.એ ફેકટરીના બે કન્ટેઈનર ઝડપથી નિકાસ થઈ શકે તે માટે ફેકટરીમાં સ્ટફીંગ કરાવી સુપ્રિ.એ જાતે જ સીલ મારી સહી કરી હતી પણ બાદમાં નિકાસકારે સ્પોન્સરશીપ માટે રૂપિયાની સગવડ નહીં કરતા રોષે ભરાયેલા સુપ્રિ.એ પોતાના ઈ-મેઈલ આઈ.ડી.પરથી સાઉથ આફ્રિકન સરકારને મેઈલ કરી જણાવેલ કે સુરેન્દ્રનગરથી જે સિરામિકના બે કન્ટેઈનરો આવે છે તેમાં વિસ્ફોટકોનો જથ્થો છે,અને સાથોસાથ ભારતની આબરૂના ધજાગરા થાય તે રીતે બુરાઈ કરી હતી.એક જવાબદાર એજન્સીના ગેઝેટેડ અધિકારીએ આવો મેઈલ કરતા સાઉથ આફ્રિકન સરકારે કેપટાઉન સહિતના શહેરોમાં બે દિવસ માટે રેડએલર્ટ આપી દીધું હતું

મેઈલમાં એવુ પણ જણાવવામા આવ્યું હતું કે સાઉથ આફ્રિકામાં ફુટબોલની સ્પર્ધા યોજાઈ રહી છે અને તેમા જ આ વિસ્ફટકોનો ઉપયોગ કરવામા આવનાર છે આથી સાઉથ આફ્રિકન સરકારે આ બાબતને ગંભીર સમજી પગલા લીધા હતા.બાદમાં મુંદરા(કચ્છ)થી જુન-૨૦૧૦માં સાઉથ આફ્રિકાના કેપટાઉન પોર્ટ માટે લોડ થયેલા બે કન્ટેઈનરો નં.ટીજીએચયુ-૭૩૩૬૨૯(૪) અને એમએસસીઓ-૮૧૬૩૪૫(૯) આવતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ તપાસ કરતા તેમાંથી કોઈ વિસ્ફોટકો હાથ લાગ્યા ન હતા.આથી સુપ્રિ.ની ટીખળી ઝડપાઈ ગઈ હતી અને ઈન્ટરનેશનલ કસ્ટમ્સ ડીપાર્ટમેન્ટને આ બાબતની જાણ કરાયા બાદ દિલ્હી બોર્ડને જાણ કરાતા સમગ્ર મામલાની તપાસ ડી.આર.આઈ.સહિતની એજન્સીએ હાથ ધરી હતી અને તેમા નાટક હોવાનું બહાર આવ્યું હતું.આ સુપ્રિ.સામે કડક પગલા લેવા માટે સુરેન્દ્રનગરના પુર્વ આસી.કમિશનરે કાર્યવાહી હાથ ધરી સજારૂપે બદલી કરી નાખી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com