Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 06:51:58 PM IST
 

સેન્સેક્સમાં 200 અંકનો કડાકો, નિફ્ટી 5000થી નીચે

May 07, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Indian Stock Market News Sensex BSE Sensex Nse Sensex Stock Market News Stocks Market comment     E-Mail     Print    
 
Viewed: 999
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 7,મે

શેર માર્કેટમાં નરમાઈનો દોર યથાવત્ત (બપોરનાં સમયે)

રોકાણકારોની વેચવાલી અને વિદેશી બજારોમાં આવેલી નરમાઈને પગલે સ્થાનિક બજારોમાં હજુ પણ નરમાશ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાની નરમાઈ જોવા મળી રહી હતી.

અન્ય એશિયાઈ માર્કેટ લગભગ સામાન્ય નરમાઈ લઈને ખૂલ્યાં હતાં. જાપાનમાં નિક્કેઈ લગભગ 3 ટકા ઘટી 9120 પર હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. હેંગસેંગ લગભગ 3 ટકા ઘટી 20,516 પર ટ્રેડ કરી રહ્યો છે.

સ્થાનિક શેર માર્કેટમાં એસબીઆઈનાં સ્ટોકમાં સૌથી વધુ નરમાઈ નોંધાઈ હતી. બેંકિંગ સેક્ટરમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત હિરો મોટોકોર્પ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકનાં સ્ટોકમાં2 થી 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે હાલમાં બીએચઈએલનાં સ્ટોકમાં સૌથી વધુ તેજી નોંધાઈ છે.

સવારે બજાર ખૂલતાં

સપ્તાહનાં પહેલાં ટ્રેડિંગનાં દિવસે આજે શેર માર્કેટમાં નરમાશ જોવા મળી હતી. શરૂઆતનાં ટ્રેડમાં બીએસઈ સેન્સેક્સ 1.6 અંક ઘટી ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈનાં સ્ટોકમાં સૌથી વધુ નરમાશ જોવા મળી હતી, તો બીજી તરફ 50 સ્ટોક ધરાવતાં નિફ્ટી સેન્સેક્સ 1.7 ઘટી 4,999.40 પર ટ્રેડ કરતો જોઈ શકાય છે.

સવારે 9 વાગીને 20 મિનિટ પર સેન્સેક્સ્ 1.6 અંક ઘટી 16,553.16 પર ટ્રેડ કરતો જોવાયો હતો. ઈન્ફોસિસ 2.3 ટકા નીચે અને આઈસીઆઈસીઆઈ બેંક 4.1 ટકાનાં ઘટાડા સાથે અને એસબીઆઈનાં સ્ટોકમાં 5.1 નો ઘટાડો નોંધાયો હતો.

બેકિંગ ઈન્ડેક્સ 2.8 નીચો જોવાયો હતો અને રિઅલ્ટી ઈન્ડેક્સ 2.3 નીચે જોવાયો હતો. ઉપરાંત કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં 2.1 નીચો જોવાયો હતો. સેન્સેક્સમાં સિપ્લાનાં સ્ટોકમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com