Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 10:07:13 PM IST
 

પલાંડેની હિટલિસ્ટમાં હતો વોરા

May 07, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Bollywood Mumbai Tikku Karan Kakkar Murder Businessmen Vijay Palande Simran Sood Phone Contacts comment     E-Mail     Print    
 
Viewed: 596
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, 7 મે

અનુજ ટિક્કુ અને કરણ કક્કડ હત્યા કેસમાં આરોપી વિજય પલાંડેએ ક્રાઈમ બ્રાંચ સમક્ષ સ્વીકાર કર્યો છે કે ગૌતમ વોહરા તેની હિટલિસ્ટમાં હતો અને અનુજ ટિક્કુને માર્યા પછી તેને મારવાની યોજના હતી.

વિજય પલાંડેએ સ્વીકાર્યુ કે તે ધીરે ધીરે ગત છ વર્ષોથી વોરા માટે ષડયંત્ર રચી રહ્યો હતો અને વોરા સાથે સારા સંબધ સ્થાપિત કરી રહ્યો હતો. જેથી કરી તેને માર્યા પછી તેની સંપત્તિ પોતાની કરી શકે. પોતાનો આ હેતુ પાર પાડવા માટે તેણે મોડલ સિમરન સૂદની મદદ લીધી. તેણે સિમરનને વોરાની નજીક જવા અને પોતાના પ્રેમના ષડયંત્રમાં ફસાવા માટે કહ્યું.એટલું જ નહિ પલાંડેએ વોરા અને સૂદના લગ્નની પણ યોજના ઘડી હતી જેથી સિરમનને તેની સંપત્તિનો ભાગ મળી જાય, ખાસ કરીને માલાબાર હિલ્સનું ઘર.

 લગ્નની આ યોજના પછી પલાંડેએ વોરાને મારવાની તૈયારી કરી. પરંતુ પંલાડેની આ સમગ્ર યોજનામાં વોરાની માતા વિધ્ન રૂપ હતી. કારણ કે તે આ સંબંધ માટે તૈયાર ન હતી. પલાંડે અનુસાર વોરા સિમરનના ઈરાદાઓથી અજાણ હતો અને પોતાની માતાને મનાવાનો  પ્રયત્ન કરી રહ્યો હતો.  પલાંડેએ જણાવ્યું કે અરુણ ટિક્કુ અને કરણ કક્કડને માર્યા પછી તેનો ઈરાદો અરુણના પુત્ર અનુજને મારવાનો હતો. ત્યાર પછી તેનો ચોથો અને અંતિમ શિકાર વોરા જ હતો. પલાંડેની યોજના હતી કે અનુજ અને વોરાના મૃત શરીરને ઠેકાણે લગાડતા પહેલા તે તેના ટુકડે-ટુકડા કરશે અને કક્કડના મૃત શરીરને જ્યાં ઠેકાણે લગાડવામાં આવ્યો ત્યાં તેમના મૃતદેહ પણ લઈ જશે. તેની યોજના હતી કે એક ફિલ્મના શૂટિંગના બહાને દેશની બહાર લઈ જવાની વાત કરી અનુજને મારશે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com