Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 03:41:55 AM IST
 

બપોરે લગ્ન, સાંજે બાળકનો જન્મ અને રાત્રે રિસેપ્શન!

May 07, 2012 World
 
Tags:   London Bride Gives Baby Boy On Her Wedding Day comment     E-Mail     Print    
 
Viewed: 4284
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

 લંડન, 7મે


  • ઇંગ્લેન્ડના સ્ટેફોર્ડશાયર શહેરની ડેનિયેલીએ એક જ દિવસમાં જાણે પૂરી જિંદગી જીવી લીધી

કહેવાય છે કે સ્ત્રી દુલ્હન બને અને મા બને એ બે દિવસ તેની જિંદગીના સૌથી શ્રેષ્ઠ દિવસો હોય છે. તે રીતે જોઇએ તો ઇંગ્લેન્ડના સ્ટેફોર્ડશાયર શહેરની ડેનિયેલી ક્લ્યુલોની તો વાત જ સાવ નિરાળી છે, કેમ કે ડેનિયેલીએ નવોઢા બનવાનો અને માતૃત્વ ધારણ કરવાનો અનુભવ એક જ દિવસે કરી લીધો છે.

સ્ટેફોર્ડશાયરના સ્ટોક-ઓન-ટ્રેન્ટ વિસ્તારની ૧૯ વર્ષીય ડેનિયેલીએ ૨૫ વર્ષના આરોન ક્લ્યુલો સાથે બે અઠવાડિયા પૂર્વે જે દિવસે લગ્ન કર્યા તે જ દિવસે સાંજે ડેનિયેલીએ બાળકને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ તે નવજાત શિશુને લઇને વેડિંગ રિસેપ્શનમાં પણ હાજર રહી હતી.

ડેનિયેલીના જણાવ્યાનુસાર, "મારા પરિવારજનો અને મિત્રો ટીખળ કરતા જ હતા કે હું લગ્નના દિવસે જ બાળકને જન્મ આપીશ અને ખરેખર એવું જ થયું. હું તાજા જન્મેલા પેડીને લઇને મારા મેરેજ રિસેપ્શનમાં પહોંચી ત્યારે સૌ અમને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આરોન થકી હું લગ્ન પૂર્વે પણ એક પુત્રની માતા બની હતી, જેનું નામ કીટન છે અને હાલ તે એક વર્ષનો છે. કીટન ડોક્ટર્સે આપેલી તારીખથી એક દિવસ મોડો જન્મ્યો હતો. તેથી અમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે અમારું બીજું બાળક વહેલું જન્મ લેશે."

લગ્નના દિવસે સવારે પણ ડેનિયેલીને તૈયાર થવા માટે બેસવામાં તકલીફ પડી હતી અને લગ્નની વિધિ શરૃ થઇ ત્યાં સુધીમાં તો તેનું દર્દ વધી ગયું હતું, જોકે લગ્નની વિધિ હેમખેમ પૂરી થઇ ગઇ હતી અને બન્નેએ વેડિંગ બ્રેકફાસ્ટ પણ લીધો હતો. ત્યાર બાદ સાંજે ૫.૩૦ વાગ્યે ડેનિયેલીને હોસ્પિટલ ખાતે લઇ જવી પડી હતી. તેના એક કલાક બાદ ૬.૨૭ કલાકે તેણે પેડીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલની ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ આરોન રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં તો ડેનિયેલીને લઇને રિસેપ્શનમાં પહોંચી ગયો હતો, જ્યાં સૌ પેડીને જોવા માટે ટોળે વળી ગયા હતા. પરિવારજનોએ રિસેપ્શન માટે આરોન-ડેનિયેલીને તેમના બન્ને સંતાનો સાથે દર્શાવતી ખાસ કેક પણ તૈયાર કરાવી હતી.

ડેનિયેલીએ ઉમેર્યું હતું કે, "તે વખતે હું અને આરોન ગર્વ અનુભવી રહ્યા હતા. એક જ દિવસે 'મિસીસ' અને 'મોમ' બનવાનો મને અનહદ આનંદ હતો. અમારા માટે આનાથી સારી વેડિંગ પ્રેઝન્ટ શું હોઇ શકે?"

જુઓ તસવીરોમાં એક જ દિવસે દુલ્હન અને માતા બનતી ડેનિયેલી

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com