લંડન 7, મે
જેમ્સ બોન્ડને ફિલ્મોમાં આવ્યાંનાં 50 વર્ષ પૂરાં થયાં છે. આ પ્રસંગે હોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ એક એક્ઝિબીશન કરવાનું આયોજન કરી રહ્યાં છે. એક સમાચારપત્રનાં જણાવ્યાં અનુસાર ઈયોન પ્રોડક્શન જેમ્સ બોન્ડને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 50 વર્ષ થયાની ઉજવણીમાં જેમ્સની જાસૂસ તરીકેની ફિલ્મોનાં પોશાક, ઉપકરણો અને કારનું પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યાં છે.
આ પ્રદર્શનમાં જેમ્સની ફિલ્મોમાં બતાવવામાં આવેલાં વ્યક્તિગત સામાન, કે જેમાં અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અને તેનો પાસપોર્ટ પણ મૂકવામાં આવશે, જેનો ઉપયોગ બોન્ડે આરલિંગટન બીચ નામનાં એક નકલી વ્યક્તિ બનવા માટે કર્યો હતો.