એકસ્ટ્રા કોમેન્ટ - અપૂર્વ દવે
નંદન નીલેકણી જેને હાથ લગાડે તે સુવર્ણ થઈ જાયો પણ જેમાં ભારતનું સરકારી તંત્ર સંકળાયો તે કથીર થઈ જાયો. બસ, આ જ હકીકત દેશની આઝાદી પછીના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટોમાંના એક એવા યુનિક આઇડેન્ટિફિકેશન પ્રોજેક્ટને લાગુ પડી છે. 'આધાર'ના પ્રચલિત નામથી ઓળખાતી આ યોજનાને હવે તેના જ પાલક અને પોષક એવાં નાણામંત્રાલયો તરફથી વિરોધ નડી રહ્યો છે. 'આધાર' યોજના હેઠળ થનારાં કાર્યને અન્ય એજન્સીઓ મારફત કરાવીને બેવડું ધોરણ અપનાવવામાં આવી રહ્યું છે. એક, નાણાકીયો સેવાઓનાં ખાતાં મારફતે બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે કામ અત્યારે 'આધાર'ના હસ્તક છે. બે, આ જ ખાતાંએ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માટેની 'આધાર' હેઠળની વ્યવસ્થા બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ મારફત ચલાવવાનું આયોજન કર્યું છે, આમ, જે પોષતું તે મારતુંનો ઘાટ ઘડાયો છે. નાણામંત્રાલયોના બેન્કિંગ વિભાગે ઉક્ત બંને યોજનાઓ સમાંતર ધોરણે ચલાવવાનું શરૂ કરતાં 'આધાર'ની સામે પ્રશ્નાર્થચિહ્ન મુકાયું છે.
એક બાજુ 'આધાર' યોજના છેક ફેબ્રુઆરી, ૨૦૦૯થી ચાલી રહી છે પણ તેનું નિશ્ચિત ધોરણ હજી નક્કી થયું નથી. ઊલટાનું તેની અસરકારકતા સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને સરકારી તંત્ર સંકળાયું હોવાથી તેનું કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ગત મહિના સુધીમાં 'આધાર' હેઠળ ફક્ત ૧૭ કરોડ લોકોને આવરી લેવાયાં છે, જે દેશની વસતીના માત્ર ૧૪ ટકા થાયો. બેન્કિંગ વિભાગે શરૂ કરેલી ઉક્ત બંને યોજનાઓનો ઉપયોગ મોટાપાયે તમામ બેંકો કરવા લાગશે તો કામ બેવડાશે. પ્રાપ્ત માહિતી મુજબ રોકડની ટ્રાન્સફર માટેની યોજના હેઠળ 'આધાર'ની ઓથોરિટીએ ફેબ્રુઆરી, ૨૦૧૨ સુધીમાં ૧,૦૬૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે.
અત્રે નોંધવું ઘટે કે અગાઉ ગૃહખાતાંએ 'આધાર' હેઠળ નોંધણી કરવાની રીત બાબતે શંકા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, ખાતાં હેઠળનું નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) આ સંપૂર્ણ કામ કરી શકે છે તો પછી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)નું શું કામ છે. તે વખતે વડાપ્રધાને બંને એજન્સીઓ વચ્ચે કામની વહેંચણી કરીને મામલો થાળે પાડયો હતો, આની સાથે સાથે હવે ગ્રામીણ વિકાસ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગને પણ પગ આવ્યા છે. તેમનું કહેવું છે કે, તેઓ 'આધાર'ની ઉપરવટ જઈને પોતાની ઓથેન્ટિફિકેશન વ્યવસ્થા ઊભી કરશે. તેમના મતે 'આધાર' ઓનલાઈન, રિયોલ ટાઈમ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
'આધાર'નું કામ અધ્ધર જ રહ્યું હોવાથી હવે એક પછી એક અનેક એજન્સીઓ તેનાં કાર્યક્ષેત્રમાં માથું મારવા લાગી છે. નાણાકીયો સર્વસમાવેશ કરવા માટેના રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર કે. સી. ચક્રવર્તીનું કહેવું છે કે, 'આધાર' તૈયાર નથી ત્યાર સુધી બેંકોએ ઓથેન્ટિફિકેશન કરવું જોઈએ. 'આધાર' હેઠળ લોકોને કાર્ડ વગર તેમની ઓળખ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઘણાં લોકોને તેની જરૂર જ નથી, એમ ચક્રવર્તીએ કહ્યું છે, તેની સાથે સાથે સ્ટેટ બેંકના એક અધિકારીએ તો એટલી હદ સુધી કહ્યું છે કે, 'આધાર' હેઠળનું ઓથેન્ટિફિકેશન કાનૂની માળખું ધરાવતું નથી, તેની સામે 'આધાર'ના એક અધિકારીનું કહેવું છે કે, જો બેંકો ખાતું ખોલાવવા માટે 'આધાર'ની ઓળખનો સ્વીકાર કરી શકતી હોયો તો તેના મારફતે પૈસા કઢાવવામાં શું વાંધો છે.
તમામ ભારતીયોને યુનિક આઈડી નંબર આપવામાં આવશે અને તેમના બાયોમેટ્રિક તથા અન્ય ડેટાનો ડેટાબેઝ સાચવી રાખવામાં આવશે એ પ્રમાણેની રૂપરેખા સાથે શરૂ કરાયેલી 'આધાર' યોજનાને સરકારી તંત્રથી સ્વતંત્ર રાખવામાં આવી છે. તેના અધ્યક્ષ તરીકે ઇન્ફોસિસ ટેક્નોલોજીસના ભૂતપૂર્વ સહ-અધ્યક્ષ નંદન નીલેકણીની નિમણૂક કરવામાં આવી છે, આ ઉપરાંત ઝારખંડ સરકરારના આઈએએસ અધિકારી રામસેવક શર્માને ઓથોરિટીના ડિરેક્ટર જનરલ અને મિશન ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ પણ છે કે, સંસદની એક સમિતિએ પણ આ યોજનાને ટેકો આપ્યો નથી. 'આધાર' યોજનાને કાનૂની પીઠબળ આપવા માટે નેશનલ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા બિલ ૨૦૧૦ તૈયાર કરવામાં આવ્યું છે. આ ખરડા વિશે વિચારણા કરવા માટેની ભૂતપૂર્વ નાણાપ્રધાન યોશવંત સિંહાના અધ્યક્ષપદ હેઠળની સંસદની સ્થાયી સમિતિએ પ્રોજેક્ટને દિશાવિહીન અને મૂળભૂત રીતે ખામીભર્યો ગણાવ્યો છે. સમિતિના અહેવાલમાં ડિસેમ્બર, ૨૦૧૧માં કહેવામાં આવ્યું હતું કે, શરૂઆતમાં ગરીબીરેખાની નીચેના પરિવારો માટેની આ યોજનાને તમામ ભારતીયો માટે લાગુ કરવામાં આવી, તેના માટે નિમાયેલું પ્રધાનોનું જૂથ 'આધાર' નંબર આપવા સહિતની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોએ નક્કર નિર્ણયો લઈ શક્યું નથી. સમિતિએ એક અગત્યનો સવાલ ઊભો કરતાં કહ્યું હતું કે, 'આધાર' યોજનામાં જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી તેમને ઇન્ટ્રોડયુસર મારફતે ગણતરીમાં લેવામાં આવે છે પણ ભારતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા, આદિવાસીઓ અને ગ્રામીણો લાખોની સંખ્યામાં છે, તેમના માટે કેટલા ઇન્ટ્રોડયુસર જોઈશે. આ પદ્ધતિ કામની નથી. ઇન્ટ્રોડયુસરમાં અસામાજિક તત્ત્વો પણ હોઈ શકે છે તેનું શું, જો સ્થાનિક સરનામાં સાથે આતંકવાદીઓને પણ 'આધાર'ની ઓળખ આપવામાં આવશે તો દેશની સલામતીનું શું થશે એવો પ્રશ્ન ઊભો કરાયો છે. યુનિક આઈડી જો અન્ય દસ્તાવેજોનો વિકલ્પ બની શકવાનું ન હોયો તો તેનો કોઈ અર્થ નથી એમ સમિતિએ કહ્યું છે. 'આધાર'ની ઓથોરિટીએ પણ કહ્યું છે કે, આ ઓળખ અન્ય પ્રવર્તમાન દસ્તાવેજોનો વિકલ્પ નહીં બને.
ઉક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેતાં તથા 'આધાર' હેઠળ અત્યાર સુધીમાં થયેલાં કાર્યને જોતાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, આ યોજના હેઠળ પહેલેથી જ પદ્ધતિ વગરનું કાર્ય થઈ રહ્યું છે. ગેરકાનૂની અને અયોગ્ય રીતે મેળવાયેલા દસ્તાવેજોના આધારે 'આધાર'ની ઓળખ આપવાનું વાજબી ગણાયો જ નહીં, તેમ છતાં તેનો જ 'આધાર' લેવામાં આવે છે. ઉપર કહ્યું તેમ ઇન્ટ્રોડયુસરની રીત પણ ભૂલભરેલી અને જોખમી છે. ત્રણ વર્ષથી ચાલતી હોવા છતાં યોજના હેઠળ ફક્ત ૧૪ ટકા વસતીને આવરી લેવાઈ. એ હકીકત તેની બિનઅસરકારકતા દર્શાવે છે. નંદન નીલેકણીના નામ માત્રથી યોજના સફળ ગણી શકાયો નહીં. 'આધાર' આઈડી આપવા માટે દેશભરમાં ૨૭ હજાર કેન્દ્રો ચલાવવામાં આવ્યાં છતાં અત્યાર સુધીની નોંધણીનું પ્રમાણ ઘણું ઓછું કહેવાયો, વળી, કોઈ એક કેન્દ્રમાં કાર્યવાહી કરવાને બદલે વસતી ગણતરીની જેમ ઘરે ઘરે જઈને નોંધણી કરવાની પદ્ધતિ વધારે યોગ્ય કહેવાયો. આ દેશમાં રેશનકાર્ડથી માંડીને મતદાર ઓળખપત્રો અને પાસપોર્ટ સુધીના દસ્તાવેજો ગેરકાનૂની રીતે મેળવાયાના દાખલા છે, તેના આધારે યુનિક આઈડી આપવાનું તદ્દન ભૂલભરેલું જ કહેવાયો. વર્તમાન પદ્ધતિમાં દરેક વ્યક્તિ દીઠ 'આધાર' ઓથોરિટીને ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો ખર્ચ થાયો છે. ઘરે ઘરે જઈને નોંધણી કરવામાં આવે અને દરેક વ્યક્તિની ચકાસણી થાયો તો જ આ કાર્યમાં વધુ વિશ્વસનીયોતા આવી શકે અને તેનો ખર્ચ પણ લેખે લાગે. આજની તારીખ સુધીમાં થયેલું સંપૂર્ણ કાર્ય પૈસાનો અને સમયોનો બગાડ પુરવાર થયું છે. તેમાં ફક્ત સરકારના જ નહીં, નામ નોંધાવવા ગયેલા નાગરિકોના સમયોનો પણ દુર્વ્યયો થયો છ, આટલું બધું થવા છતાં વિશ્વસનીયોતાની છાંટ સુદ્ધાં દેખાતી નથી.
અમેરિકન સિસ્ટમની જેમ જ ભારતમાં દરેક નાગરિકની ઓળખ હોયો અને તેના આધારે દરેકનાં કલ્યાણનું ધ્યાન રાખી શકાયો એવો ઉદાત્ત હેતુ હોવા છતાં સરકારી તંત્રની દખલગીરી અને બાબુગીરીને લીધે અને નોંધણીની અયોગ્ય પદ્ધતિને લીધે 'આધાર' યોજના હાલ અધ્ધર રહી ગઈ છે. એક બાજુ યોજનાની સમીક્ષા કરીને તેની ખામીઓ દૂ કરવા માટેના કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી અને બીજી બાજુ સરકારની અંદરનાં જ કેટલાંક તત્ત્વો 'આધાર'ની ગાડી પાટા પરથી ઉતારવા માટે ઉતાવળા થયા છે, આવામાં એકલા નંદન આ જંગલને નંદનવન બનાવી શકે એમ નથી.