સિડની : 6, મે
ઓસ્ટ્રેલિયામાં એક ક્લબ મેચ દરમિયાન હોકી ખેલાડીના માથામાં બોલ વાગતાં તેનું અવસાન થયું છે. હોકી ઓસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે ૨૪ વર્ષીય એલિઝાબેથ વાટકિંસ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્ટેટ લીગ મેચમાં નાર્થ કોસ્ટ રેડડર્સ ક્લબ તરફથી રમતી વખતે માથામાં બોલ વાગ્યો હતો જેથી તેને હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું.