ફરસાણ
સામગ્રી
* ૨૫૦ ગ્રામ નૂડલ્સ
* દોઢ કપ કોર્નફ્લોર
* ૧ નંગ સમારેલી ડુંગળી
* ૫થી ૬ સમારેલાં લીલાં મરચાં
* ૧ ચપટી કાળા મરી પાઉડર
* ૧/૨ ટીસ્પૂન સમારેલું આદું
* ૧ કપ દૂધ
* ૧/૨ કપ બ્રેડક્રમ્સ
* નમક સ્વાદ મુજબ
* તેલ તળવા માટે
રીત
* પાણીમાં નૂડલ્સને ઉકાળી લો, નૂડલ્સ એકબીજાથી છૂટાં રહે તે માટે તેમાં એક ટેબલસ્પૂન તેલ ઉમેરો, અને પછી તેમાંથી વધારાનું પાણી નિતારી લો અને તેને એક બાઉલમાં કાઢી લો.
* હવે તેમાં ડુંગળી, આદું, કાળાં મરી, મરચાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. હાથેથી આ મિશ્રણમાંથી પકોડા બનાવી લો અને તેને એક બાજુ મૂકી દો.
* એક કડાઈમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં કોર્નફ્લોર ઉમેરો અને ધીમા તાપે ચડવા દો. તેમાં દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ગાંઠ ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખો. ઘટ્ટ પેસ્ટ બની જાય ત્યાં સુધી હલાવો પછી એક બાઉલમાં કાઢી લો.
* હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. એક સપાટ પ્લેટમાં બ્રેડ ક્રમ્સ પાથરો
* ત્યારબાદ નૂડલ્સથી બનાવેલ પકોડા પર કોર્ન ફ્લોરની તૈયાર કરેલ પેસ્ટનું કવર કરો. તૈયાર થયેલ પકોડાને બ્રેડ ક્રમ્સમાં રગદોળો અને પછી તેને ધીમા તાપે તળી લો.
* લીલી ચટણી સાથે સર્વ કરો.