સ્વીટ
સામગ્રી
* ૨૫૦ ગ્રામ સમારેલા કાજુ
* ૧ લિટર દૂધ
* ૩થી ૪ ટેબલસ્પૂન ખાંડ
* કેસરના થોડા તાંતણા
* ૨ ટેબલ સ્પૂન ઘી
* કિસમિસ, ઇલાયચી પાઉડર, બદામ, (ગાર્નિશ માટે)
રીત
* સમારેલા કાજુને ૩થી ૪ મિનિટ રતાશ પડતા થાય ત્યાં સુધી ઘીમાં સાંતળો, પછી તેને ગેસ પરથી ઉતારી લો અને ઠંડા પડવા દો,
* એક તપેલામાં ધીમા તાપે દૂધ ગરમ કરો, દૂધ ગરમ થઇ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને ૪થી ૫ મિનિટ સુધી સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં કેસર ઉમેરો અને દૂધનો કલર બદલે ત્યાં સુધી હલાવતા રહો.
* ઘીમાં સાંતળેલા કાજુને મિક્સરમાં પીસી લો.
* દૂધમાં પીસેલા કાજુ ઉમેરો અને ધીમા તાપે જ્યાં સુધી મિશ્રણ ઘાટું ન બને ત્યાં સુધી હલાવતા રહો.
* મિશ્રણ ઘાટું થઇ ગયા બાદ એક પ્લેટમાં તેને ઢાળી દો અને સૂકામેવાથી ગાર્નિશ કરો.