જ્યોતિષ - મહેશ રાવલ
મેષ : લાગણી બાબતે ચિંતાનો ઉકેલ મળે. નાણાકીય વ્યવહાર સુધારી શકશો. કાર્યક્ષેત્રે નવી તક મળે. દાંપત્યમાં આનંદ-સહકાર રહે. સ્વજનથી ગેરસમજો નિવારી લેજો. સંતાનના કામમાં મુશ્કેલી રહે. પ્રેમ-રોમાન્સ માટે સારો સમય. તંદુરસ્તી જાળવી શકશો. પર્યટનમાં ખર્ચ રહે.
વૃષભ : લાગણી બાબતે અજંપો વધે. નાણાકીય વ્યવહારમાં સાનુકૂળતા રહે. કાર્યક્ષેત્રે સારી તક પ્રાપ્ત થાય. દાંપત્યમાં આનંદદાયી વાતાવરણ રહે. સ્વજન અંગે સાનુકૂળતા રહે. સંતાનના કામમાં ઢીલ-વિઘ્ન રહે. પ્રેમ-રોમાન્સ અંગે ધાર્યું ન થાય. તંદુરસ્તી સંભાળવી. પ્રવાસ-પર્યટન અંગે ધાર્યું ન થાય.
મિથુન : બેચેની દૂર થાય. નાણાકીય વ્યવહારમાં સુધાર. કાર્યક્ષેત્રે લાભદાયી સંજોગો જણાય. દાંપત્ય અંગે સાનુકૂળતા રહે. સ્વજનથી ગેરસમજો નિવારી શકશો. સંતાન અંગેની ચિંતાનો ઉકેલ મળે. પ્રેમ-રોમાન્સ અંગે મુશ્કેલી રહે. તંદુરસ્તી માટે યોગ્ય ખાનપાન જરૂરી. પ્રવાસમાં વિઘ્ન, અવરોધ દૂર થાય.
કર્ક : લાગણી બાબતે વિષાદ દૂર થાય. નાણાકીય પ્રશ્નો ઉકેલી શકશો. કાર્યક્ષેત્ર અંગે કોઈની મદદ મળે. દાંપત્યમાં આનંદ-સહકાર રહે. સ્વજન અંગે સાનુકૂળતા રહે. સંતાનના પ્રશ્નો ઉકેલી શકશો. પ્રેમ-રોમાન્સથી આનંદ રહે. તંદુરસ્તી માટે બેદરકારી ન રાખશો. પર્યટનમાં મુશ્કેલી રહે.
સિંહ : લાગણી બાબતે અજંપો-વ્યથા રહે. નાણાકીય વ્યવહારમાં સાવચેતી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતાની તક મળે. દાંપત્ય અંગેની મૂંઝવણ દૂર થાય. સ્વજનથી સહકાર રહે. સંતાનના કામમાં પ્રગતિ જણાય. પ્રેમ-રોમાન્સમાં નવી આશા જણાય. તંદુરસ્તી બગડે નહીં તે જોજો. પર્યટનમાં સારી તક મળે.
કન્યા : લાગણી બાબતે આનંદ રહે. નાણાકીય વ્યવહારમાં પ્રગતિ જણાય. કાર્યક્ષેત્ર અંગે ચિંતા રહે. દાંપત્ય માટે સુખદ અનુભવ. કૌટુંબિક-સ્વજનથી મતભેદ જણાય. સંતાનના કામમાં પ્રગતિ જણાય. પ્રેમ-રોમાન્સમાં મુશ્કેલી જણાય. તંદુરસ્તી સુધારી શકશો. પ્રવાસ-પર્યટનમાં વિઘ્ન હશે તો દૂર થાય.
તુલા : લાગણી બાબતે હળવાશ અનુભવાય. નાણાકીય વ્યવહારમાં સફળતા મળે. કાર્યક્ષેત્રે અવરોધ દૂર થાય. દાંપત્યમાં સાનુકૂળતા રહે. કૌટુંબિક સ્વજનથી સહકાર-સંવાદિતા રહે. સંતાનના કામમાં મુશ્કેલી રહે. પ્રેમ-રોમાન્સમાં આનંદ રહે. તંદુરસ્તી બગડે નહીં તે જોજો. પર્યટન અંગે ચિંતા દૂર થાય.
વૃશ્ચિક : લાગણી બાબતે સંજોગો બદલાતા લાગે. નાણાકીય વ્યવહારમાં તકલીફ જણાય. કાર્યક્ષેત્રે નવી તક આવતી જણાય. દાંપત્યમાં આનંદ મળે. સ્વજનથી ગેરસમજો નિવારજો. સંતાનના કામમાં સમસ્યા રહે. પ્રેમ-રોમાન્સમાં આનંદ મળે. તંદુરસ્તી ટકાવી શકશો. પર્યટન અંગે વિઘ્ન-ખર્ચ રહે.
ધન : લાગણી બાબતે મૂંઝવણ જણાય. નાણાકીય વ્યવહાર સાચવી શકશો. કાર્યક્ષેત્રે પ્રગતિની તક મળે. દાંપત્ય અંગે સાનુકૂળતા રહે. સ્વજન અંગે પ્રતિકૂળતા રહે. સંતાનના પ્રશ્નો હલ કરી શકશો. પ્રેમ-રોમાન્સમાં આનંદદાયી વાતાવરણ. તંદુરસ્તી ટકાવી શકશો. પર્યટનમાં સફળતા મળે.
મકર : લાગણી બાબતે પ્રતિકૂળ સંજોગો. નાણાકીય વ્યવહાર અંગે સફળતા. કાર્યક્ષેત્રે ચિંતાનો ઉપાય મળે. દાંપત્યમાં સંવાદિતા જણાય. સ્વજન અંગે મતભેદ રહે. સંતાનના કામમાં સફળતા મળે. પ્રેમ-રોમાન્સ અંગે ધાર્યું ન થાય. તંદુરસ્તી ટકાવી શકશો. પ્રવાસ-પર્યટનનું સુખદ્ આયોજન થાય.
કુંભ : લાગણી બાબતે બેચેની હોય તો દૂર થાય. નાણાકીય વ્યવહાર સાચવી શકશો. કાર્યક્ષેત્રે નિરાશા જણાય. દાંપત્ય અંગે વ્યથા-વિઘ્ન દૂર થાય. સ્વજન અંગે સંવાદિતા રહે. સંતાન અંગેના કામમાં મુશ્કેલી દૂર થાય. પ્રેમ-રોમાન્સથી આનંદ રહે. તંદુરસ્તી સાચવી લેજો. પર્યટન અંગે આનંદ રહે.
મીન : લાગણી બાબતે ચિંતા-ટેન્શન રહે. નાણાકીય વ્યવહારમાં સાવચેતી જરૂરી. કાર્યક્ષેત્ર અંગે ગેરસમજો દૂર કરી શકશો. સ્વજનથી સુખ-શાંતિ મળે. સંતાનના કામમાં વિઘ્ન જણાય. પ્રેમ-રોમાન્સ અંગે આનંદ જણાય. તંદુરસ્તી બગડે નહીં તે જોજો. પ્રવાસમાં આનંદ રહે.