મેકઓવર - શહેનાઝ હુસેન
બાહ્ય વાતાવરણની ત્વચા પર અસર થયા વગર રહેતી નથી. તેના માટે જે રીતે ઋતુ બદલે તે રીતે ક્રીમ, ફેશવોશ, મોઇશ્ચરાઇઝર, પાવડર, કોમ્પેક્ટ વગેરેની પસંદગીમાં પણ પરિવર્તન લાવવું જોઈએ, જેથી બદલતી ઋતુથી ત્વચા પર થતાં નુકસાનથી બચી શકાય અને બદલતા મૌસમના મિજાજ સાથે સુંદરતાને પણ બરકરાર રાખી શકાય. તો ચાલો જાણીએ કે ગરમીની ત્વચા પર થતી વિપરીત અસરથી બચવા માટે કેવા પ્રકારનાં સૌંદર્ય પ્રસાધન
વાપરી શકાય સનસ્ક્રીન
તડકામાં બહાર નીકળતા હો તેની ૨૦ મિનિટ પહેલાં સનસ્ક્રીન લોશન લગાવો. તે નુકસાનકારક સૂર્યનાં કિરણોથી તમારી ત્વચાનું રક્ષણ કરશે. પણ આ સનસ્ક્રીન વધારે ચીકાશવાળું ન હોય અને પરસેવો તેમજ પાણીથી બિનઅસરકારક ન બની જાય તેવું વોટરપ્રૂફ પસંદ કરો.
સ્કિન ટોનર
ગુલાબ, કુંવારપાઠું તેમજ કાકડીના ઘટક દ્રવ્યવાળા સ્કિન ટોનર અને ફ્રેશનર ઉનાળામાં વધુ ઉપયોગી નીવડે છે. તે ત્વચાને તાજગીસભર બનાવે છે. પરસેવો થતો અટકાવે છે તેમજ ત્વચાને વધુ સ્વસ્થ અને સ્વચ્છ બનાવે છે.
ફેસવોશ
લીમડો, તુલસી, લીંબુની છાલ, કંવારપાઠં વગેરે ઘટક દ્રવ્યવાળા સોપ ફ્રી ફેસવોશ ત્વચાની કુદરતી કોમળતા જાળવી રાખે છે અને ગરમીમાં ત્વચા પર થતી ફોડલીઓ અને ત્વચા પર પડી જતા માર્ક્સથી પણ રક્ષણ આપે છે.
સ્ક્રબ્સ
ખાસ કરીને જેમની સ્કિન નોર્મલથી જરા વધુ ઓઇલી હોય તેમના માટે સ્ક્રબ ઉનાળામાં ફાયદાકારક બની રહે છે. તે ડેડ સ્કિનને દૂર કરે છે તેમજ ત્વચાને વધુ ખીલેલી બનાવે છે. સ્ક્રબ્સનું ક્રીમ ત્વચા પર હળવા હાથે ઘસો અને સાદા પાણીથી ત્વચા ધોઈ નાખો.
ડે ક્રીમ
મેટ મોઇશ્ચરાઇઝર, ઉનાળા માટે આ ક્રીમ બેસ્ટ છે, કારણ કે તે તૈલી નથી. તેથી ફેશ ચીકાશવાળો લુક નહીં આપે પણ આ ક્રીમ ત્વચામાં મોઇશ્ચરાઇઝર જાળવી રાખશે. તેથી ઉનાળા માટે આ પ્રોડક્ટ્સનો ઉપયો
ગ કરવો ત્વચા માટે લાભકારક છે.
વોટરપ્રૂફ મસ્કરા
ઉનાળામાં પરસેવો વધુ થતો હોવાથી મસ્કરા પણ પરસેવાને લીધે રેલાય જાય છે, તેથી ઉનાળામાં વોટરપ્રૂફ મસ્કરાનો ઉપયોગ કરો, જેથી પરસેવામાં પણ આપનો મેકઅપ યથાવત્ રહેશે.
લિપ ગ્લોસ
ઉનાળામાં ઠંડાં પીણાં વધુ લેવાતાં હોય છે ત્યારે આ પ્રકારનું લિપ ગ્લોસ વધુ અનુકૂળ આવે છે. લિપ ગ્લોસ તમારા હોઠને ચમકીલા, નેચરલ અને ભેજવાળા રાખે છે. જેમાં નેચરલ ઓઇલ્સ હોય તેવા લિપ ગ્લોસની પસંદગી કરો.
પાવડર કોમ્પેક્ટ
પાવડર કોમ્પેક્ટમાં ઘણા શેડ્સ જોવા મળે છે. જેમાં તમે તમારી સ્કિન ટોન પ્રમાણે પસંદગી કરી શકો છો અને તે તમારા ચહેરાને ચમકીલો પણ ચીકાશવાળો ન હોય તેવો લુક આપે છે.
સેન્ટ-ડિઓડરન્ટ
ઉનાળા માટે હળવા લીંબુ તેમજ ફળોની સુગંધીવાળા સેન્ટનો ઉપયોગ કરો. ઉનાળામાં ડિઓડરન્ટ વધારે પડતી ખુશબૂવાળા ન હોય તેનું ખાસ ધ્યાન રાખો.