બ્યુટી ક્વેરી - ડો. ગીતા પટેલ, ડર્મેટોલોજિસ્ટ
મારા આંખ નીચે ખાડા છે, તો હું કેવી રીતે એની treatment કરાવી શકું?
આંખ નીચે ખાડા વારસાગત હોઈ શકે. ચહેરા પર ચરબીનો ભાગ વધવાથી ખાડાનું પ્રમાણ ઓછું થઈ શકે છે. ઉંમરના કારણે પણ ખાડા પડી શકે છે. આના માટે ફિલરનાં ઇંજેક્શન મુકાવવાં પડે. આ એક જ માં થઈ જાય છે અને એનું result 1 - 1/2 year સુધી રહે છે.
મારી પીઠ પર ઘણી બધી ઝીણી ફોલ્લી થઈ ગઈ છે, હું શું કરું?
આ ખીલ હશે. Benzoyl Peroxidegel નો પ્રયોગ કરી શકો છો. આ સમસ્યામાં તળેલો, મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઇએ. ઘણી વાર વધુ પડતો આ પ્રકારનો મસાલેદાર ખોરાક લેવાથી ત્વચા પર રિએક્શન આવતું હોય છે. તદુપરાંત દિવસ દરમિયાન દસથી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ.
મને બગલમાં ખૂબ જ પરસેવો થાય છે, જેના કારણે હું સારાં કપડાં પહેરી નથી શકતી અને મને complex થઈ જાય છે.
ઘણી વાર પરસેવાને લીધે આ સમસ્યા થતી હોય છે. ઘણા લોકોને તાસીર પ્રમાણે પરસેવો વધુ થવાની સમસ્યા હોય છે.
આ સમસ્યાના ઉકેલ માટે ઇંજેક્શન આવે છે જે બગલમાં આપવામાં આવે છે તેનાથી રાહત મળે છે, પરંતુ ડોક્ટરની સલાહ લઇને આ પ્રકારનાં ઇંજેક્શન લઇ શકાય. તેનાથી પરસેવો થવાનું એકદમ ઓછું થઇ જાય છે. તેમજ તમારે વધારે પડતા મસાલેદાર ખોરાક લેવાનું પણ ટાળવું જોઇએ. શક્ય હોય ત્યાં સુધી કોટનનાં કપડાં જ પહેરવાનો આગ્રહ રાખો.
હું ૩૫ વર્ષની છું. શું ચહેરા પર રિંકલ દેખાય છે.
હા. આ સમસ્યામાં એન્ટિ રિંકલ ક્રીમ લગાડી શકાય છે. આ સમસ્યા ચામડી સૂકી થઇ જવાને લીધે પણ થતી હોય છે, તેથી એન્ટિ રિંકલ ક્રીમ લગાડવાથી ત્વચા મોઇશ્ચરાઇઝડ થશે અને ત્વચા સારી કંડિશનમાં રહેશે, પરંતુ એ પહેલાં એક વાર ડોક્ટરની સલાહ લઇ લેવી હિતાવહ છે. આ સાથે પોષણયુક્ત સમતોલ આહાર અને સપ્રમાણમાં લિક્વિડ પણ લેવાં જોઇએ.
drgeeta@skinworld.co.in