Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 04:05:20 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

તન્હા તન્હા જીના... યે ભી કોઈ બાત હૈ?

May 07, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 4757
Rate: 1.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - તૃપ્તિ ભટ્ટ

કરિયર, કુટુંબનો અને સફળતા સંબંધનો વિકલ્પ બની શકે નહીં

વસતી ગણતરીના આંકડા દર્શાવે છે કે એકલા રહેતા પુરુષની સરખામણીમાં મહિલાની સંખ્યા વધુ છે. દેશમાં ૨.૪૨ કરોડ મહિલા સફળ કારકિર્દી, ઊંચું બેન્ક બેલેન્સ અને ખુદના જ સરનામાના ઘર સાથે પોતાની શરતો પર એકલી જીવી જીવનના બધા જ રંગોને મનભરીને માણે છે. નથી સાસુની રોકટોક કે નહીં બાળકોની ઝંઝટ, બસ છે તો મનગમતા રંગોની દીવાલનો ફ્લેટ અને પોતાના માટે મન મૂકીને ખર્ચ કરવા ખુલ્લું બજાર. પણ એકલી રહેતી મહિલા પર થયેલા સર્વેક્ષણનું બીજું પાસું એ પણ છે કે આઝાદીની મજા વચ્ચે પણ ઉંમરના એક વળાંકે તેમને ખાલીપો લાગે છે. ઘર, પતિ અને હર્યાભર્યા પરિવારની ખોટ વર્તાય છે ત્યારે એ સર્વેક્ષણ પરથી એ સત્ય સાબિત થાય છે કે અકેલે અકેલે જીના ભી હૈ

ક્યા જીના...    

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પોપ્યુલેશને એક બહુ રસપ્રદ અને એકલી રહેતી નારીને વિચારતા કરી મૂકે તેવું સંશોધન રજૂ કર્યું છે. ગત વર્ષ ૨૦૧૧માં થયેલી વસતી ગણતરી પ્રમાણે ૨.૪૨ કરોડ મહિલા એકલી રહે છે તેવું તારણ બહાર આવ્યું હતું. આ તારણ પરથી થયેલો અભ્યાસ એકલવાયું જીવન જીવતી આજની નારીને લગ્ન અને પરિવાર માટે વિચારતા કરી દે તેવાં છે. આ અભ્યાસ પ્રમાણે ૨૦થી ૩૯ વચ્ચેની ઉંમરની એકલવાયું જીવન જીવતી વર્કિગ વુમનની સંખ્યા ૧૩.૯ ટકા છે એટલે કે દેશની ૨.૪૨ કરોડ મહિલા પરિવારથી અલગ પોતાની એક સ્વતંત્ર દુનિયા બનાવીને રહે છે. આ આંકડામાં સૌથી વધુ સંખ્યા ૪૫થી ૪૯ વર્ષની ઉંમર ધરાવતી મહિલાની છે. એકલી રહેતી મહિલાઓમાં માત્ર ૨૯ લાખ ડિવોર્સી છે એટલે કે બાકીની મહિલા અવિવાહિત છે. વસ્તી ગણતરીમાં ટકાવારી પ્રમાણે આવી મહિલાની ટકાવારી ૧૩.૯ ટકા છે જ્યારે એકલા રહેતા પુરુષની ટકાવારી માત્ર ચાર ટકા જ છે. આ આંકડાકીય તારણના આધારે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ પોપ્યુલેશને એકલી રહેતી મહિલાની જીવનશૈલી અને તેમની આર્થિક પરિસ્થિતિ પર પણ અભ્યાસ કર્યો.

પણ અભ્યાસના બધા જ પાસા પોઝિટિવ હોવા છતાં ચાલીસી વટાવી ચૂકેલી મહિલાઓને ઘર-પરિવારની ખોટ સાલે છે અને બધું જ મેળવીને કંઈક ખૂટતું હોય, અધૂરું જીવ્યાનો અહેસાસ સતાવે છે.

આજની એકલી રહેતી મહિલા ઇન્વેસ્ટમેન્ટમાં અને બેન્ક બેલેન્સ વધારવામાં પણ પુરુષ કરતાં આગળ છે. તે બહુ સૂઝબૂઝથી સારી જગ્યાએ નાણાં રોકે છે અને તેનું સારું વળતર મેળવે છે. તે જોખમ પણ લે છે અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ પૈસા લગાવે છે અને એટલે જ તેમની જીવનશૈલી પણ વધુ સમૃદ્ધ છે. તે તેમની બધી જ જરૂરિયાત મન માર્યા વગર સારી રીતે પૂરી કરે છે અને વૃદ્ધાવસ્થામાં પણ સ્વનિર્ભર રહી શકે તે માટે રિટાયરમેન્ટ માટેનું પ્રિપ્લાનિંગ કરી લે છે. તેમની મની ઇન્વેસ્ટમેન્ટની સૂઝબૂઝને લીધે આ અભ્યાસમાં એક સત્ય એ પણ બહાર આવ્યું છે કે લોકો તેમનું વૈભવી સફળ જીવન જોઈને તેમની પાસે પૈસા ક્યાં રોકવા તેની સલાહ લેવા માટે પણ આવે છે. બેન્ક ખાતા પર દબદબો જમાવનાર એકલી રહેતી મહિલાનું બજાર પર પણ એટલું જ સામ્રાજ્ય છે, કારણ કે તેમને આગળ પાછળની કોઈ જવાબદારીઓ ન હોવાથી તે ખર્ચ પણ બેફામ કરે છે. તેમાં પણ ૫૦થી ૬૦ વર્ષની સ્ત્રીઓ તો સૌથી વધુ ખર્ચ કરે છે, કારણ કે આટલી ઉંમરે તેમની પાસે બહુ મોટી જમા રાશિ થઈ ગઈ હોય છે અને તેથી જ બજાર પર મહિલાઓની મોનોપોલી જળવાય છે. મહિલાને ગમતા કલર અને ડિઝાઇનની વસ્તુઓની બજારમાં ભરમાર જોવા મળે છે. આ રીતે બજાર પણ તેની તાકાત માનવા લાગ્યું છે, તેવું કહીએ તો જરાય અતિશયોક્તિભર્યું નહીં લાગે. આ રીતે શહેરમાં એકલા રહીને પોતાની સફળ કારકિર્દીને બનાવતી નારી બહુ સબળ છે અને બહુ ઝડપથી સફળતાનાં શિખરો સર કરી રહી છે.

આ અભ્યાસમાં તેના બેન્ક બેલેન્સથી માંડીને તેમની સફળતાના બધા જ પાસાંઓ જાણવામાં આવ્યા ત્યારે તેમના અંતરમનનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. તેના પરથી એક ભારતીય સ્ત્રીની દફન થયેલી ઇચ્છાઓ પણ બહાર આવી. આ રીતે એકલા રહીને સફળ અને વૈભવી, સભરતાભર્યું જીવન જીવતી માનુનીમાં પણ 'આંધી' ફિલ્મની નાયિકાની જેમ હર્યાભર્યા ઘરપરિવારનો અભાવ કોરી ખાતો જોવા મળ્યો. આ લોકોમાં એવું જોવા મળ્યું કે જ્યારે કોઈનાં લગ્ન થાય કે તેમના સુખી સંસારને જુએ ત્યારે તે લોકો આ સુખથી વંચિત રહી ગયાનો રંજ તેમને ડંખતો હોય છે. આ પરથી કહી શકાય કે માણસ આખરે એક સામાજિક પ્રાણી છે. એ પછી સ્ત્રી હોય કે પુરુષ તેની સફળતાનો એક અધ્યાય કદાચ ઘર પરિવાર અને પતિ વગર અધૂરો જ રહી જાય છે.

 સ્ત્રી ગમે તેટલી આગળ વધી જાય. સફળતાનાં શિખર સર કરતી અંતરિક્ષની પરી બની જાય પણ આખરે તે પણ એક સામાજિક પ્રાણી છે. આ અભ્યાસ પરથી એક જ વાત સાબિત થાય છે કે માત્ર ભૌતિક સુખસંપદાથી જ જીવનમાં સુખો નથી મળી જતાં,કારણ કે આપણે જોયું કે મેટ્રો સિટીમાં રહેનાર અને પોતાની કારકિર્દીની ચરમસીમાએ પહોંચનાર સબળ, શિક્ષિત સ્ત્રી પાસે કશું જ નથી ખૂટતું. તેની પાસે તો તેમનું રિટાયરમેન્ટ પછીનું પણ બહુ વ્યવસ્થિત પ્લાનિંગ છે. આર્થિક રીતે કોઇ પર નિર્ભર નથી. પણ બધું જ હોવા છતાં ક્યાંક કશુંક ખૂટે છે અને આ સભરતામાં પણ શૂન્યાવકાશ લાગે છે ત્યારે કોઈના સંવેદનશીલ સ્પર્શની જરૂરિયાત ઉત્પન્ન થાય છે અને મન કોઈનાં લાગણીસભર બે વેણ સાંભળવા માટે વ્યાકુળ થઈ ઊઠે છે. આ વેળાએ સફળતાની ટોચે પહોંચેલી સબળ અને સક્ષમ સ્ત્રીને પણ દાંપત્યજીવનની ઝંખના જાગે છે.

એક વર્ષ પહેલાં નોઇડામાં બનેલી ઘટનાએ પણ આ જ સત્યને રજૂ કર્યું હતું કે ચાળીસ વર્ષની આસપાસની બે અપરિણીત બહેનો પોતાના ફ્લેટમાં જ એકલતાની વેદનામાં ઘૂંટાઈને જ મોતને ભેટી હતી. આ બંને બહેનોની પણ સફળ કરિયર હતી. આર્થિક પ્રશ્ને પણ કોઈ અભાવ ન હતો. અભાવ હતો તો માત્ર માનવીય હૂંફનો, સ્નેહસભર સંબંધોનો.

આ સંદર્ભે એક લેખિકા સ્મિતા જૈનનો મત છે કે ત્રીસ વર્ષ સુધી એકલું રહેવું બહુ મજેદાર છે પણ ત્રીસી વટાવ્યા બાદ જ્યારે આપણા મિત્રો અને આસપાસના લોકો લગ્ન કરીને ઘરસંસાર વસાવે છે ત્યારે એકલતાનું દર્દ સતાવવા લાગે છે.

તો દિલ્હીના સમાજશાસ્ત્રી વિશ્વનાથન કહે છે કે સફળતા કોઈ સંબંધોનો વિકલ્પ નથી. મનુષ્ય સામાજિક પ્રાણી છે જેથી એકલા રહેનારને સમય વીતતા એકલતાનો ખાલીપો તો સતાવવાનો જ છે.

મુંબઈના સમાજશાસ્ત્રીનું માનવું છે કે, “શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજે સ્ત્રીઓના પરંપરાગત માનસમાં પરિવર્તન આવ્યું છે પરંતુ આ પરિવર્તનથી મનુષ્યની અમુક પ્રકારની માનસિક જરૂરિયાત નથી બદલાતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com