Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:49:27 PM IST
 

ઉનાળુ વેકેશન જાહેર થતાં આણંદ અને વિદ્યાનગરના શૈક્ષણિક સંકુલો સુમસામ બન્યા

May 08, 2012 Ahmedabad > Kheda-Anand
 
comment     E-Mail     Print    
 
Viewed: 422
Rate: 0
Rating:
Bookmark The Article

વિદ્યાનગર :

આણંદ-વલ્લભવિદ્યાનગરમાં વિવિધ વિદ્યાશાખાઓનું શિક્ષણ પીરસતી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન શરૂ થતાં જ શૈક્ષણિક સંકુલો સુમસામ બન્યા છે. દેશ-વિદેશ, રાજય, પરપ્રાન્ત સહિતના અનેક વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓની તાજેતરમાં ર્વાર્ષિક પરિક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓ વેકેશનમાં પોતાના માદરે વતન પહોંચી ગયા છે.

  • હોસ્ટેલ-મેશ, પેઇંગ ગેસ્ટ સહિતના વ્યવસાયિકોને વ્યાપક અસર

જેથી આણંદ-વિદ્યાનગરમાં શૈક્ષણિક સંકુલો, હોસ્ટેલો,મેશ-ભોજનાલયો, સ્ટેશનરી, સાયબર કાફે, ચા-નાસ્તાની હોટલો, હેરકટિંગ સલુન, ઝેરોક્ષ સહિતના વ્યવસાયિકોને ઉનાળુ વેકેશનને લઇને મંદી વર્તાઇ રહી છે. આણંદ જિલ્લામાં આણંદ અને વલ્લભવિદ્યાનગરની વિવિધ વિદ્યાશાખાઓનું શિક્ષણ પીરસતી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાનિક સહિત પરપ્રાન્ત ઉપરાંત વિદેશથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણાર્થે આવે છે. હોસ્ટેલમાં કે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ભોજનની જરૂરિયાતને લઇને શહેરમાં મોટા પાયે લોજ-મેશ ઉદ્યોગનો વિકાસ થયો છે. તદુપરાંત સાયબર કાફે, સ્ટેશનરી, ચા-નાસ્તાની હોટલો, પાનના ગલ્લા, હેરકટીંગ સલુન,ફાસ્ટફૂડ પાર્લરો, ઝેરોક્ષ સેન્ટરો સહિતના વ્યવસાયોમાં પણ વિદ્યાર્થીઓની ચહલપહલને લઇને તેજી વર્તાઇ રહે છે. ત્યારે તાજેતરમાં વિવિધ કોલેજોમાં પરિક્ષા પૂર્ણ થતાં વેકેશન જાહેર કરાયુ હોઇ વિદ્યાર્થીઓએ વતનની વાટ પકડી છે. ઉનાળા ઉપરાંત દિવાળી વેકેશનમાં પોતાના માદરે વતનમાં ઉપડી જતાં વિદ્યાર્થીઓને લઇને સંલગ્ન વ્યવસાયોને વધતી-ઓછી અસરો પહોંચતા વિદ્યાર્થીઓ ઉપર નિર્ભર મુખ્ય મેશ-હોટલ ઉદ્યોગ સહિત અન્ય ધંધામાં મંદી વર્તાઇ રહે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com