Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 06:51:29 AM IST
 

વેટ વસૂલાતનો લક્ષ્યાંક ઘટયો

May 08, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 297
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત તા. ૭

સુરત કોર્મિશયલ ટેક્સ (વેટ) વિભાગ માટે ચાલુ વર્ષનો કરવસૂલી લક્ષ્યાંક ૫૯૨૫ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ ૨૦૧૧-૧૨માં વિભાગ માટે શરૂઆતમાં ૪૫૦૦ કરોડનો કરવસૂલીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો જે વધારીને જાન્યુઆરીમાં નવો લક્ષ્યાંક ૫૯૭૦ કરોડ કરવામાં આવ્યો હતો. જો કે વીતેલા નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં કુલ ૪૬૦૯ કરોડની વેટની વસૂલાત થઇ હતી. ચાલુ વર્ષ માટે ગત વર્ષના રિવાઇઝ્ડ લક્ષ્યાંક કરતાં ૪૫ કરોડનો ઘટાડો કરી નવો લક્ષ્યાંક ૫૯૨૫ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. સુરત વેટ વિભાગને સૌથી વધુ ટેક્સ ગેસ, સ્ટીલ, બલ્ક ડ્રગ્સ, યાર્ન, કેમિકલ વગેરે કોમોડિટીમાંથી મળે છે.

  • વર્ષ ૨૦૧૧-૧૨ના ૫૯૭૦ કરોડના લક્ષ્યાંક કરતાં ચાલુ વર્ષે ૪૫ કરોડ ઓછો ૫૯૨૫નો ટાર્ગેટ અપાયો

રાજ્યમાં વિવિધ કમિશનરેટમાં ચાલુ વર્ષના કરવસૂલી લક્ષ્યાંકમાં વૃદ્ધિ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં રાજ્ય સરકાર દ્વારા વેટ પેટે લગભગ ૩૭ હજાર કરોડની વસૂલાતનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સુરત વેટ વિભાગ માટે મસમોટો ૫૯૨૫ કરોડનો કરવસૂલીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ વેટના એન્ફોર્સમેન્ટ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરીને મોટાપાયે ટેક્સની ચોરી પકડીને ટેક્સ રિકવરી કરી હતી. વેપારીઓ પાસેથી સ્થળ પર વસૂલાત કરવાને કારણે પણ ટેક્સ જમા થઇ શક્યો હતો. મોટા ટેક્સ કલેક્શન ટાર્ગેટને જોતાં વિભાગ દ્વારા વર્ષની શરૂઆતથી જ વસૂલી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. ટેક્સની ચોરી કરતાં એકમ અને વેપારીઓને સાણસામાં લેવામાં આવ્યા છે અને દંડનીય વસૂલી કરવામાં આવી છે. હાલમાં જ વિભાગ દ્વારા મોબાઇલ ચેકપોસ્ટ ઊભી કરી પ્લાયવૂડ, જીરા, વરિયાળી જેવી વસ્તુઓ પર દંડ સહિત લગભગ ૨૫ લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી. ઇમ્પોર્ટેડ કાપડના વેચાણ પર પણ દંડ સહિત પચાસ લાખ ઉપરાંતની વેટચોરી પકડાઇ હતી. ટેક્સચોરી સામે લાલ આંખ કરતાં તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com