Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 08:25:22 PM IST
 

રામલીલા મેદાનને બિહારીઓથી ભરી દઇશું :નીતિશ કુમાર

May 08, 2012 National
 
Tags:   Nitish Kumar Manmohan Singh Bihar comment     E-Mail     Print    
 
Viewed: 972
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

પટના 08, મે

બિહારને વિશેષ દરજ્જો આપવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર કેન્દ્રની સામે પડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. નીતિશે કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા પર વિચાર કરવા માટે બનીલી આંતરમંત્રાલય કમિટીની રિપોર્ટને ફાડીને રદ્દીમાં ફેંકી દેવો જોઇએ. તેઓએ આ મુદ્દે આંદોલનની ચેતવણી આપતા કહ્યું કે જો અમારી વાત નહીં માનવામાં આવે તો પટનાનું ગાંધી મેદાન હોય કે પછી દિલ્હીનું રામલીલા મેદાન, તેને બિહારીથી ભરી દઇશું.

ઉલ્લેખનીય છે કે યોજના આયોગના સભ્ય સુધા પિલ્લઇની અધ્યક્ષતામાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સામે વિચાર માટે કમિટિની રચના કરવામાં આવી હતી. આ કમિટીને પીએમઓને સોંપેલા પોતાના રિપોર્ટમાં કહ્યું કે બિહાર વિશેષ રાજ્યનો દરજ્જો મેળવવાના માપદંડોને પુર્ણ નથી કરતું.

બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે કમિટીનો રિપોર્ટ વાંચ્યા બાદ સ્પષ્ટ થાય છે કે પહેલેથી જ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપવાનું મન કેન્દ્રએ બનાવીને રાખ્યું છે. આ રિપોર્ટમાં બિહારને કોઇ પણ હાલમાં મદદ નહીં આપવાના તમામ તર્ક આપવામાં આવ્યા છે. નીતિશે કહ્યું કે વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના માપદંડના આધારે બિહારની કેન્દ્ર દ્વારા સતત ઉપેક્ષા થઇ રહી છે. એવું કહેવામાં આવે છે કે આંતરરાષ્ટ્રી સીમા, પૂર, આબાદી વદેરેના તર્કના આધારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે, તો અન્ય રાજ્યોને પણ આપવો પડશે. બિહારથી સૌથી લાંબી રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય સીમા છે.

તેઓએ જણાવ્યું કે ઝારખંડથી અલગ થયા બાદ 48 ટકા ભૂમિ અને 75 ટકા આબાદી બિહારના ભાગે આવી છે. વિશેષ રાજ્યના દરજ્જા માટે પહેલેથી નક્કી કરવામાં આવેલા માપદંડમાં ફેરફારની માંગણી કરતા નીતિશે કહ્યું કે દરેક પગ માટે એક જ નંબરનાં જોડાંની જરૂર નથી હોતી. તેથી નિષ્ણાતોની એક કમિટિ બનાવવામાં આવે અને માપદંડને વ્યાપક બનાવવામાં આવે. રાજ્યોની અલગ અલગ કસોટી અને માપદંડ હોવા જોઇએ. વિકાસના રાષ્ટ્રીય ઔસતમાં ક્યું રાજ્ય કેટલી દુરી પર ઉભું છે, તમામની અક્ષમતાઓ દૂર કરીન તેને ઔસત પર પહોંચાડવા માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવો જોઇએ. બિહારને રાષ્ટ્રીય ઔસત પર પહોંચાડવા માટે વિશેષ દરજ્જો આપવો પડશે.

નીતિશે કહ્યું કે બિહાર પુનર્ગઠન એક્ટમાં એક વિશેષ જોગવાઇ કરવામાં આવી હતી કે વિભાજિત બિહારના આર્થિક નુકસાનને ભરપાઇ કરવાની યોજના આયોગની અધ્યક્ષતામાં એક સેલ કામ કરશે અને બિહારની જરૂરિયાતો માટે કામ કરશે. આ જોગવાઇ એક વાર માટે જ નથી કરવામાં આવી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com