Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 01:17:32 AM IST
 

'સત્યમેવ જયતે'ની દેશભરમાં જડબેસલાક અસર: બાલ ઠાકરેએ કહ્યું પ્રતિબંધ હટવો જોઈએ

May 08, 2012 Entertainment > Tellywood
 
Tags:   Aamir Khan Talaash Movie Satyamev Jayate Bollywood Tellywood TV Show comment     E-Mail     Print    
 
Viewed: 25544
Rate: 4.7
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 8, મે

આમિર ખાનનાં શૉ 'સત્યમેવ જયતે' નાં પ્રથમ જ એપિસોડે દેશની જનતાને હચમચાવી મૂક્યાં છે, અને સરકારની ઉંઘ હરામ કરી નાંખી છે. આ શૉએ અલાહાબાદનાં ચિકિત્સા વિભાગનાં ઓફિસરોને ઉંઘમાંથી ઉઠાડી દીધા છે.

આ ઓફિસરો દ્રારા એક પ્રાઈવેટ હોસ્પિટલનાં ડોક્ટરોની કન્યાભ્રૂણ હત્યા માટેનાં આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અલાહાબાદનાં તેલિયરગંજ વિસ્તારમાં આમિર ખાનનાં શૉ 'સત્યમેવ જયતે' જોયા બાદ ચિકિત્સા વિભાગનાં ઓફિસરોએ સાર્વજનિક માનવ હોસ્પિટલમાં છાપો માર્યો હતો અને સમાજ સામે એક હકીકત બહાર આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલની ડોક્ટર હરીશ ચૌધરી માત્ર 1500 રૂપિયા માટે પુત્રીઓને માની કૂખમાં જ મારવાનો ધંધો ચલાવે છે. જો કે પહેલાં ચિકિત્સા વિભાગનાં ઓફિસરોએ ડોક્ટર પાસે નકલી દર્દીને મોકલી હતી અને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું,જેમાં ડોક્ટર હરીશ ચૌધરી માત્ર 1500 રૂપિયામાં ગર્ભપાત કરાવવા તૈયાર થઈ ગયો હતો. ઉપરાંત છાપો માર્યો તે સમયે ડોક્ટર હરીશ ચૌધરી પાસેથી રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી હતી. હાલમાં ચિકિત્સા વિભાગે ડોક્ટરની ધરપકડ કરી હોસ્પિટલને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

બાળ ઠાકરે 'સત્યમેવ જયતે'ને લઈને આમિરના પક્ષમાં

તાજેતરમાં જ શરૂ થયેલા આમિરખાનના 'સત્યમેવ જયતે'એ દેશમાં ભારે ધૂમ મચાવી છે. આમિરના આ કાર્યક્રમને બેવડો પ્રતિસાદ મળી રહ્યો છે. શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરેએ એવો મત વ્યક્ત કર્યો હતો કે કર્ણાટક સરકારે સત્યમેવ જયતેના પ્રસારણને અટકાવવું ના જોઈએ. ઠાકરેએ આમિરના આ શોની ખૂબ જ પ્રસંશા કરી હતી.

બાલ ઠાકરેએ આમિરખાનના વખાણ કરતા કરતા શાહરુખખાનની ઝાટકણી કાઢી હતી. તેમણે શિવસેનાના મુખપત્ર 'સામના'માં લખ્યુ હતું કે આમિર શાહરુખની જેમ અડિયલ સ્વભાવનો નથી.

વધુ સમાચારો માટે નીચે ક્લિક કરો....

આમિર ખાનને જનતા સાથે બોલિવૂડનો મળ્યો જબરદસ્ત પ્રતિભાવ...

શાનદાર શરૂઆત બાદ આમિરનું 'સત્યમેવ જયતે' વિવાદમાં  .....

Aamir Khan's 'Satyamev Jayate' banned in Karnatak.... વીડિયો જુઓ.....




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com