Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:32:35 PM IST
 

હાફિઝ સઈદ વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરે અમેરિકા : પાકિસ્તાન

May 08, 2012 World
 
Tags:   U.S Hafiz Saeed Pakistan comment     E-Mail     Print    
 
Viewed: 1179
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ઈસ્લામાબાદ, 8 મે

અમેરિકન વિદેશ મંત્રી હિલેરી કિલંટનના નિવેદન પર આક્રમણ કરતા પાકિસ્તાને કહ્યું કે જો હાફિઝ સઈદને લઈને વોશિંગ્ટનની પાસે કોઈ સબૂત છે, તો તેણે ઈસ્લામાબાદ સાથે તેની આપ-લે કરવી જોઈએ.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોઅઝ્ઝમ ખાને કહ્યું , હાફિઝ સઈદ પર અમારું વલણ સ્પષ્ટ છે. અમારા ત્યાં સ્વંતત્ર ને સક્રિય અદાલતો છે. જો તેની વિરુદ્ધ કોઈની પાસે સબૂક છે, તો તે અમને જણાવે જેથી અદાલતોમાં તેને રજૂ કરી શકાય.

હિલેરીએ કોલકત્તામાં કહ્યું કે તેમણે સઈદને પકડવા અને તેની વિરુદ્ધ કેસ ચલાવાને લઈને માહિતી આપનારને એક કરોડ ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી. સઈદ મુંબઈ હુમલાનો મુખ્ય ષડયંત્રકર્તા છે અને તે સતત ભારત તેમજ અમેરિકાની વિરુદ્ધ ઝેર ઓકતો રહ્યો છે.
 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com