નવી દિલ્હી 08, મે
દેશભરના એરપોર્ટ પર હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માનવ બોમ્બના સંભવિત હુમલાની ચેતવણી બાદ હાઇ એલર્ટ આઇબીએ અમેરિકાની એજન્સી ટીએસએની સાથે મળીને જાહેર કરી છે. સીઆઇએસએફ અને એનએસજીની ટીમમાં પણ હાઇ એલર્ટ પર છે. આ ખબર બાદ સાવધાનીના ભાગરૂપે હવાઇ અડ્ડાઓ પર સુરક્ષા વ્યવસ્થા અને ચુસ્ત બંદોબસ્ત કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ ગુપ્તચર એજન્સીઓએ ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું હતું. એલર્ટ અનુસાર લશ્કરના અનેક આતંકવાદી જામનગરની ઓઇલ રિફાઇરી, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ 6 સંદિગ્ધ આતંકવાદીઓની તસ્વીરો પણ જાહેર કરી છે.
આ ચેતવણી બાદ આખા ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. એલર્ટ અનુસાર આતંકવાદીઓના નિશાના પર માત્ર ગુજરાત જ નહીં, ગુપ્તચર એજન્સીઓએ મહારાષ્ટ્ર અને પંજાબની સરકારને પણ આવી ચેતવણી આપી છે. આ ઇનપુટની અસર છે કે પંજાબના ભટિંડામાં બનેલી નવી ઓઇલ રિફાઇનરી અને જલંધરમાં ઓઇલ ડેપોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.