May 22,2015 08:02:30 PM IST
 

ઈ-મેઈલ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે શા માટે વાંચો

May 08, 2012 14:42
 
Tags:   E mail Internet Risk Health Office Work Study Research Stress America Tention Technology Sea comment     E-Mail     Print    
 
Viewed: 5635
Rate: 5.0
Rating:
Bookmark The Article

વૉશિંગ્ટન, તા. 08

કોઈ પહાડી પર્યટન સ્થળ અથવા દરિયાઈ તટનો પ્રવાસ તમારો તણાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે. જોકે એક નવી શોધથી જાણવા મળે છે કે, જો તમે વાસ્તવમાં તણાવ મુક્ત થવા માગો છો તો, તમારે તમારા ઈ-મેઈલ એકાઉન્ટથી થોડા સમય દૂર રહેવું જોઈએ. આ કોઈ ટાઢા પહોરનું ગપ્પું નથી પરંતુ તદ્દન હકીકત છે.

કેલિફોર્નિયાની ઈર્વિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને અમેરિકી સૈન્યના શોધકર્તાઓએ જોયું કે કાર્ય સંબંધિત ઈ-મેઈલથી દૂર રહેવાથી તણાવ ઘણો જ ઓછો થાય છે. અને કર્મચારીને ઉત્તમ કાર્ય કરવાનો મોકો મળે છે. યુનિવર્સિટીના પ્રોફેસર ગ્લોરિયા માર્કનું કહેવું છે કે અમે જોયું કે જ્યારે કર્મચારીઓના જીવનમાંથી ઈ-મેઈલ હટાવાય તો તેમને તણાવનો અનુભવ ખૂબ ઓછો થતો હોય છે.

કંપનીમાં દરેક કાર્ય માટે અથવા તો ઈન્ક્રિમેન્ટ મેળવવાની લહાયમાં થનારી વધારે પડતા ઈ-મેલ પણ આરોગ્ય માટે ખૂબ હાનિકારક નીવડતા હોય છે. તો વળી પોતાના સિનિયર્સને પોતાનું કામ દેખાડવામાં થતા ઈ-મેઈલ પણ ઓછા જોખમી નથી હોતા. હવેથી ઓફિસના ઈ-મેઈલ ઘરે સાથે ન લાવતા અને ઘરનું ટેન્શન ઓફિસે ન લઈ જવું. તેમાં ભલાઈ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com