Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 12:18:20 AM IST
 

ઓઇલ સબસીડી આપવાની સરકારની હાલત નથી : નાણા મંત્રી

May 08, 2012 National
 
Tags:   Budget 2012 Union Budget 2012 Budget Session comment     E-Mail     Print    
 
Viewed: 736
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 08, મે

લોકસભામાં નાણા મંત્રી પ્રણવ મુખરજીએ ઓઇલના નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સરકાર તેલ પર સબસીડી આપવાની હાલતમાં નથી. સરકારી નુકસાનમાં ઘટાડો કરવાની જરૂર છે. આતંરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે.

તેઓએ કહ્યું કે સબસીડી વધવાના કારણે સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે. સરકાર હવે વધારે લાંબા સમય સુધી સબસીડી આપવાની હાલતમાં નથી. નાણા મંત્રી પ્રણવ મુખરજીએ વધતા તેલ નુકસાન સામે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે રાજ્ય અને કેન્દ્રએ મળીને તેલ પર લાગતા ટેક્સનો વિચાર કરવો પડશે.

મુખરજીએ કહ્યું કે 206 સાંસદોથી સરકાર ન ચાલી શકે. એવામાં પરસ્પર સમજદારીથી જ કંઇક સંભવ બની શકે છે. પ્રણવ મુખરજીએ કહ્યું કે હાલના સમયમાં તેમની પાસે આનું કોઇ સમાધાન નથી. તો જાણકારોના જણાવ્યા અનુસાર નાણામંત્રી ગઠબંધનની મજબૂરીથી દેશની ધીમી આર્થિક ગતિ સાથે સંબંધ જોડી રહ્યું છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com