કાબુલ, 8 મે
અફઘાનિસ્તાનના સારીપુલ પ્રાંતના એક ગામમાં આવેલ પુરના કારણે ત્યાં ચાલી રહેલ લગ્ન સમારોહમાં આવેલ અદાંજે 25 લોકોના મોત થયા છે.અધિકારીઓએ જણાવ્યું કે પુરના કારણે ઘણા બધા ઘર પણ વહી ગયા છે.
સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર સોમવારે પ્રાંતીય પ્રવક્તા ફરીદ દેહાતીના હવાલાથી જણાવ્યું કે સારીપુલ પ્રાંતમાં રવિવારે મોડી રાતે ઘટેલ ઘટનામાં પુરના કારણે અનેક ઘર તબાહ થઈ ગયા અને લગ્ન સમારોહમાં હાજર લોકોના મોત થયા.
સ્થાનિક લોકોનું માનીએ તો 100 થી વધુ લોકો હજુ પણ ગુમ છે.ગામવાસીએ જણાવ્યું કે ઘટના સૈગચરક જિલ્લાના દાહ માર્ડા ગામમાં મોડી રાતે ઘટી, જ્યારે મહિલા અને બાળકો સહિત ગ્રામીણો લગ્ન સમારોહમાં હાજર હતા. અત્યાર સુધી 25 મૃતદેહ મળી આવ્યા છે.