Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:54:13 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સેમસંગનો આ નવો સ્માર્ટફોન માર્કેટમાં મચાવશે ભારે ધૂમ

May 08, 2012 Offbeat
 
Tags:   Technology Samsung Galaxy s3 Market comment     E-Mail     Print    
 
Viewed: 3782
Rate: 5.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 08

મોબાઈલ માર્કેટમાં થોડા સમયમાં મોટી ઓળખ બની ચૂકેલ સેમસંગે પોતાના નવા સ્માર્ટફોન ગેલેક્સી એસ 3 બજારમાં ઊતાર્યો છે. આ ફોનમાં 4.8 ઈંચની સ્ક્રિન છે, જે પાછલા મોડલ ગેલેક્સી એસ 2ની 4.3 ઈંચ ધરાવતી સ્ક્રિન કરતા મોટી છે.

દક્ષિણ કોરિયાની કંપની સેંમસંગનું કહેવું છે કે તેના નવા સ્માર્ટફોનમાં ઈન્ટેલિજંટ કેમેરા ફીચર અને ચહેરાને ઓળખવાની ટેક્નિકનો સમન્વય કરવામાં આવ્યો છે.

ઉદાહરણ રીતે ફોનમાં સામે રહેલા કેમેરાની જેમ ઉપયોગ કરનારની આંખોની ઓળખાણ કરશે અને જ્યાંસુધી તે આને જોતી રહેશે ત્યાં સુધી ના તો ફોનની લાઈટ બંધ થશે ના તો લોક થશે. આ સિવાય એસ-3માં પાછળની તરફ 8 મેગાપિક્સલ કેમેરો લાગેલ છે, જ્યારે સામેની બાજુ વીડિયો કોલ્સ માટે 1.9 મેગાપિક્સલનો કેમેરો લાગ્યો છે.

આ ફોનમાં એક ખાસ લેંગવેજ ઈન્ટરફેસ પણ હશે જેને એસ વોઈસ કહેવાય છે. આનાથી ફોન તમારા દોસ્તની જેમ બની જશે. જે તમારી વાતને પૂરા ધ્યાનથી સાંભળ્યા પછી જ તેનો જવાબ આપશે.

આનાથી તમે પોતાના ફોનમાં ગીતો વગાડવા ઉપરાંત, અવાજ ઓછો-વધુ કરવા, ટેક્સટ સંદેશ અથવા ઈ-મેઈલ મોકલવા અને ફોટો પાડવા માટે કરી શકો છો. આ ફંકશનની સરખામણી એપલના સોફટવેર સાથે કરાઈ રહી છે. એક નિષ્ણાતનું કહેવું છે કે સેમસંગે નવા સ્માર્ટફોનને ગૂગલના એન્ડ્રોઈડની મદદ મળી શકશે, જે હમણાં સ્માર્ટોન્સમાં સૌથી વધુ વપરાય છે.

સેમસંગનો નવો સ્માર્ટફોન આ મહિનાના અંત સુધીમાં યુરોપમાં મળવા લાગશે. બાદમાં એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકામાં ઊતારવામાં આવશે. ઉનાળાની ઋતુ સુધી અમેરિકા અને દક્ષિણ કોરિયાના બજારોમાં આ ફોન આવી જશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com