વ્યારા, તા. ૮
વ્યારા નગરપાલિકાના વોર્ડ નં.૧ માં રસ્તા, ગટર, પાણીની પાઇપલાઇન, વીજળી, શિક્ષણને લગતી સુવિધાઓ પૂરી પાડવા માટે પાલિકાએ કામગીરી હાથ ધરી છે, જેમાં ૮૩ જેટલા પરિવારો આજે પણ શૌચાલયની સુવિધા મેળવી શક્યા નથી, આવા પરિવારોને સભ્યની ગ્રાંટમાંથી ૮૩ જેટલા ટોઈલેટ બનાવી આપવાની કામગીરી કરવાનું આયોજન કર્યું હોવાનું હિતેન્દ્રભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું.
· સરવે કરી ઘરે ઘરે નળ કનેશકન પણ અપાશે
વ્યારા નગરના વોર્ડ નં.૧માં શિંગી વિસ્તારમાં પાણીની સમસ્યાને ધ્યાનમાં લઇ પાણીની ટાંકી બનાવવાનો ઠરાવ પાલિકાની સામાન્ય સભામાં થયો હતો. હાલમાં રસ્તા, ગટર, પાણીની પાઇપલાઇન, ઇલેક્ટ્રિકલ વીજપોલ નાંખવાની કામગીરી ચાલી રહી છે. શિંગી પ્રાથમિક શાળાનું કંપાઉન્ડ ગેટ બનાવવા તથા મગદુમ નગરમાં બાગ બનાવવાની કામગીરીનો આરંભ ટૂંક સમયમાં કરવામાં આવશે. પાલિકાના દરેક સભ્યને એક લાખની ગ્રાંટ પોતાના વોર્ડના વિકાસ માટે વાપરવાની હોય છે, જેમાંથી વોર્ડ નં.૧ ના સભ્ય હિતેન્દ્ર ઉપાધ્યાયએ વોર્ડ નં.૧ માં ૮૩ જેટલાં ઘરમાં શૌચાલયની સુવિધા આપવાનું આયોજન કર્યું છે. આ મોટાભાગના પરિવારોની આર્િથક સ્થિતિ નબળી હોવાથી ૨૫ ટકા રકમ પણ ન જમા કરાવી શકતા હોવાથી જેમની ઘટતી રકમ ૧ લાખમાંથી ૫૦ ટકા લેવી અને સ્વભંડોળમાંથી ૫૦ ટકા રકમ લઇ વિનામૂલ્યે ૮૩ શૌચાલયો બનાવવામાં આવશે, આ ઉપરાંત સરવે કરી ઘર દીઠ નળ કનેકશન આપવાનું આયોજન કરાયું છે.