Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:35:27 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

શું આમિરનો 'સત્યમેવ જયતે' ગુજરાતમાં પણ થઈ શકે છે 'ફના' !?

May 09, 2012 Entertainment > Tellywood
 
Tags:   Aamir Khan Talaash Movie Satyamev Jayate Gujarat Fanaa Bollywood Tellywood TV Show comment     E-Mail     Print    
 
Viewed: 3863
Rate: 3.0
Rating:
Bookmark The Article

મુંબઈ 9, મે

વર્ષ 2006માં આમિર ખાનની ફિલ્મ ફના રિલીઝ થઈ હતી અને તે સમયે ગુજરાત રાજ્યમાં નર્મદા બચાવો આંદોલન ચાલી રહ્યું હતું, જેમાં સામાજિક કાર્યકર મેઘા પાટકર 29 માર્ચ 2006 નાં દિવસે ભૂખ પોતાના સાથીઓ સાથે ભૂખ હ઼ડતાળ પર બેસી ગયાં હતાં. સરકારે નર્મદા બંધની ઉંચાઈ વધારવાનો નિર્ણય કર્યો હતો, જેનો મેઘાએ વિરોધ કર્યો હતો.

એવામાં 14મી એપ્રિલે આમિર ખાને 'નર્મદા બચાવો આંદોલન' માં ભાગ લીધો હતો, જેનાં કારણે ગુજરાતીઓમાં આમિર ખાન પ્રત્યે રોષ ફેલાયો હતો. જેનાં પગલે આમિર ખાનની ફિલ્મ 'ફના' ને ગુજરાતમાં પ્રદર્શિત કરવામાં આવી નહોતી. જો કે આમિરે આ મુદ્દે જણાવ્યું હતું કે, તેણે ભારતીય હોવાનાં નાતે આદિવાસી પ્રજાને સાથે આપ્યો છે.

જો કે ગુજરાતના જામનગરના અંબર સિનેમામાં ફિલ્મ 'ફના' પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. 30 વર્ષીય પ્રવીણ જોષીએ આ મામલે જાહેરમાં અગ્નિસ્નાન કર્યુ હતું અને પછીથી તેનું મોત નીપજ્યું હતુ. જેથી ફના ફિલ્મ ગુજરાતમાં રિલીઝ કરવામાં  ન આવી હતી. જો કે આ મુદ્દે આમિરે માફી માંગવાની ના પાડી હતી.

જો કે નર્મદાની ઘટનાનાં 6 વર્ષ બાદ આમિર ખાન ટીવીનાં પરદે 'સત્યમેવ જયતે' નામનો શૉ લઈને આવ્યો છે, જેનાં પ્રથમ એપિસોડમાં કન્યા ભ્રૂણ હત્યાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો,જેમાં પ્રથમ કિસ્સો ગુજરાતનાં અમદાવાદની મહિલાનો ઉઠાવવામાં આવ્યો હતો. તો શું આ વખતે આમિરને ગુજરાત સરકાર અને ગુજરાતીઓનો ટેકો મળી રહેશે? કે પછી ફિલ્મ ફનાની જેમ તેને પણ બેન કરી દેવામાં આવશે?

અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારે આમિરના આ કાર્યક્રમ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ હઠાવી લેવા બાળ ઠાકરેએ ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. 

સંબંધિત સમાચારો :

આમિર ખાનને જનતા સાથે બોલિવૂડનો મળ્યો જબરદસ્ત પ્રતિભાવ...
સત્યમેવ જયતે'ની દેશભરમાં જડબેસલાક અસર..
શાનદાર શરૂઆત બાદ આમિરનું 'સત્યમેવ જયતે' વિવાદમાં

જુઓ વિડિઓ :
આમિરે 'સત્યમેવ જયતે'ના પહેલા જ એપિસોડથી મચાવી દીધી ધૂમ, વિડિઓ
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com