મુંબઈ 9, મે
એક તરફ આમિર ખાનનાં ટીવી પ્રોગ્રામ 'સત્યમેવ જયતે' ને ભારતીય જનતાનો જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે, ત્યારે અભિનેતા કમાલ ખાન આમિરનાં ઉઠાવેલાં મુદ્દા પર પ્રશ્નો કરી રહ્યાં છે. અભિનેતા અને નિર્માતા કમાલ ખાન પોતાનાં ટ્વીટ અને આપત્તિજનક નિવેદનો કરવા માટે જાણીતો છે.
કમાલ ખાને આમિર ખાનને નિશાન બનાવતાં ટ્વીટર પર ટ્વીટ કર્યું છે કે, "આમિર ખાનનાં ટીવી શૉ માં ઉઠાવેલો મુદ્દો અગાઉ 'હમ લોગ' અને 'જીંદગી લાઈવ' જેવાં શૉ માં પણ ઉઠાવવામાં આવ્યો હતો, તેમાં આમિર ખાને કશું નવું કર્યું નથી. આમિર ખાન કરતાં હમ લોગનો એન્કર 'પંકજ' રિઅલ લાગતો હતો. આમિરનો શૉ 'સત્યમેવ જયતે' શાહરૂખ ખાનનાં શૉ 'પાંચવી પાસ સે તેજ' કરતાં પણ ફ્લોપ છે. આમિર પોતાના શૉ માં પોતાની પત્નીને પૂછે કે તેનાં પતિએ તેને શા માટે બાળકો હોવા છતાં છોડી દીધી હતી?"
તેણે આમિરને સલાહ આપતાં કહ્યું છે કે, "જો આમિર ખાનની ચિઠ્ઠીથી રાજસ્થાનની સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી દે, તો આમિરે કસાબની બાબતે કેન્દ્ર સરકારને પણ પત્ર લખવો જોઈએ. આશા છે કે સરકાર તેનું સાંભળે."
સંબંધિત સમાચારો માટે નીચે ક્લિક કરો...
ફોટો ગેલેરી જુઓ ....
વીડિયો જુઓ.....