Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 10:07:05 PM IST
 

હેલિકોપ્ટર દુર્ઘટનામાં અર્જુન મુંડાનો બચાવ

May 09, 2012 National
 
Tags:   Arjun Munda Ranchi airport Chopper crash-lands comment     E-Mail     Print    
 
Viewed: 3281
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

રાંચી 09, મે

રાંચી એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે ઝારખંડના સીએમ અર્જુન મુંડાનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. હેલિકોપ્ટર લેન્ડિગ વખતે પલટી ગયું જેના કારણે મુંડા ઘાયલ થઇ ગયા હતા. મુંડાને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સમયે તેમની પત્ની મીરા પણ તેમની સાથે હતી. આ ઘટનામાં પાઇલટ ખરાબ રીતે ઘાયલ થયો છે.

અર્જુન મુંડા ખરસાવાંથી રાંચી પરત ફરી રહ્યા હતા તે સમયે લેન્ડ કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું છે.

રાંચી એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડાની હાલત ચિંતાજનક બની છે. સીએમ અત્યારે અપોલો હોસ્પિટલમાં ભરતી છે. હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. પીજી સિંહાના જણાવ્યા અનુસાર મુંડાની હાલત નાજુક છતાં સ્થિર છે. આ સમયે તેઓને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે.

સિન્હાએ જણાવ્યું કે સીએમને ઘણી ઇજાઓ થઇ છે પરંતુ હાલ તેઓની હાલત સ્થિર છે. સીએમ મુંડા છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી રહ્યા છે. તેમની પત્નીની હાલત સામાન્ય છે. સીએમ સિવાય હેલિકોપ્ટરમાં પાંચ અન્ય લોકો પણ સવાર હતા. આ તમામ લોકો આઇસીયુમાં છે.






 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com