વોશિંગ્ટન, 9 મે
અમેરિકન કોંગ્રેસની એક કમિટિએ વર્ષ 2013 માટે પોતાના બજેટ પ્રસ્તાવમાં પાકિસ્તાનને આર્થિક અને સુરક્ષા સહાયતા આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ રોક ત્યાં સુધી છે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં અમેરિકાને સહયોગ નથી કરતો અને હક્કાની નેટવર્ક, તાલિબાન, અલકાયદા, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથો વિરપદ્ધ કામગીરી નથી કરતું.
હાઉસ એપ્રોપ્રિએશન્સ કમિટિએ વર્ષ 2013 માટે સ્ટેટ એન્ડ ફોરેન ઓપરેશન્સ અપ્રોપ્રિએશન્સ બિલ જારી કરી દીધુ છે. કમિટિએ એક નિવેદનમાં કહ્યું કે બિલમાં ત્યાં સુધી પાકિસ્તાન સરકારને આર્થિક અને સુરક્ષા સહાયતા આપવા પર પ્રતિબંધ લગવામાં આવ્યો છે, જ્યાં સુધી તે આતંકવાદ સામે લડવાના પ્રયત્નો અને બાકી મુદ્દાઓમાં અમેરિકાને સહયોગ નથી આપતું.
બિલમાં નિયમિત વિવેકાધીન કોષમાંથી કુલ 40.1 અરબ ડૉલરની જોગવાઈ છે, જે ગત વર્ષ કરતા બે અરબ ડૉલર એટલે કે પાંચ ટકા ઓછી છે. કુલ 208 પેજના આ બિલ પર આજે કોંગ્રેસની એક ઉપસમિતિ વિચાર કરશે.
બિલમાં સમુદ્રીય આપત્તિ અભિયાનો અને આતંકવાદ પર વૈશ્વિક લડાઈ માટે 8.2 અરબ ડૉલરની રકમ નક્કી કરવામાં આવી છે. આ રકમ મુખ્ય દેશો અને બાકી યુદ્ધ સંબંધી પ્રયત્નોમાં અમેરિકાની ભાગીદારી ચાલુ રાખશે.
એક નિવેદનમાં કમિટિએ કહ્યું છે કે યુદ્ધની રકમ સહિત કુલ મળીને આ બિલ ચાલુ નાણાંકીય વર્ષ 2012ના બજેટથી પાંચ અરબ ડૉલર કે નવ ટકા ઓછી છે.