Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 05:33:27 PM IST
 

આ 'Little Champ'ની બહાદુરી જોઈ તમે પણ મોંમાં આંગળા નાખી જશો!

May 09, 2012 Offbeat
 
Tags:   Manpreet Singh Gatka Martial art Bir Khalsa Sikh Martial Arts Group Kamaljeet Singh comment     E-Mail     Print    
 
Viewed: 1491
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

અમૃતસર  09, મે

સામાન્ય રીતે બાળકોએ શાળાએથી છૂટીને ઘરે આવીને ક્રિકેટનું બેટ શોધતા જોવા મળે છે અથવા તો અન્ય કોઇ ચીજ માટે બૂમો પાડતા જોવા મળે છે. પરંતુ દસ વર્ષીય મનપ્રિત સિંહના ઘરમાં વાતાવરણ કંઇક અલગ જ જોવા મળે છે. જે ઉંમરે બાળકો ગલી ક્રિકેટ કે પછી અન્ય કોઇ રમત ગમત વિશે વિચાર કરતા હોય છે તે ઉંમરમાં મનપ્રિત તેના કપાળ પર બેઝબોલ બેટની મદદથી નારિયેળ તોડવાના આશ્ચર્યજનક સ્ટંટ કરે છે.

એટલું જ નહીં તેના ચહેરા પર તમને એવી પળોમાં પણ હાસ્ય જોવા મળશે જ્યારે એક સાથે પાંચ ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ તેની છાતીના ભાગે તોડવામાં આવે છે. આ ખતરનાક સ્ટંટ તેના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે કારણ કે ટ્યુબલાઇટના કાચની ઝીણી રજકણો તેની આંખમાં જવાથી તે આંખ પણ ગુમાવી શકે છે. મનપ્રિત કહે છે કે નારિયેળ તોડવાનો સ્ટંટ તેના મનપસંદ સ્ટંટમાંથી એક છે.

'ગટકા' તરીકે ઓળખાતા આ ઇન્ડિયન માર્શલ આર્ટના ખતરનાક સ્ટંટ કરનાર મનપ્રિત તેની ઉંમરનો સૌથી નાનો માસ્ટર ગણાય છે. પંજાબના અમૃતસરમાં ચલાવવામાં આવતા બીર ખાલસા સિખ માર્શલ આર્ટ્સ ગ્રુપનો સૌથી યુવાન સભ્ય છે. આ ગ્રુપના લીડર મનપ્રિતના કાકા કમલજીત સિંહ છે.  ગટકા એક એવી તાલિમ છે જે પંજાબ પ્રાંતના સિખ સમુદાયના લોકો જ કરી શકે છે અને આ એવી તાલિમ છે જે સિખ સમુદાયના લોકો તેઓની આવનારી પેઢીઓને વારસામાં આપે છે.

આ સિખ માર્શલ આર્ટસ ગ્રુપ તેના ખતરનાક સ્ટંટ જેવા કે, કારથી પણ તેજ ગતિમાં દોડવું અને તલવાર ચલાવવાની ટ્રેનિંગ તેમજ સ્પાઇક મેસીસ જેવા સ્ટંટની તાલિમ આપવામાં આવે છે.

શાળાએથી આવીને મનપ્રિત તેના માર્શલ આર્ટની પ્રેક્ટિસ માટે પહોંચી જાય છે. જો કે, તે તેની મનપસંદ રમત ક્રિકેટ અને સાઇકલિંગ માટે પણ ક્યારેક સમય ફાળવે છે.

આ આર્ટ્સ ગ્રુપના લિડર કમલજીત સિંહ કહે છે કે, તેઓને એ વાતની ખુશી છે કે બાળકો આટલી નાની ઉંમરમાં જ આવા ખતરનાક સ્ટંટ કરવાની હિંમત દાખવે છે. મોટાભાગે તલવારથી લોકો ડરી જાય છે પરંતુ જો તમે યોગ્ય તાલિમ લીધી હોય તો તેને ચલાવવું સરળ બની જાય છે.

આ તાલિમની શરૂઆત 16 અને 17મી સદીના મોઘલો સામેના યુદ્ધ સમયે થઇ હતી જેમાં સિખ સમુદાયના લોકોને અસ્ત્ર-શસ્ત્રો ચલાવવાની તાલિમ આપવામાં આવી હતી.

ગટકાની તાલિમ ધાર્મિક અને અર્ધ ધાર્મિક દળો જેવા કે, ગુરૂદ્વારા અથવા સિખ કલ્ચરલ સેન્ટર અથવા શાળાઓમાં આપવામાં આવે છે. આ તાલિમનું આધ્યાત્મિક મહત્વ હોવાની સાથે સાથે શારિરીક મહત્વ પણ ધરાવે છે.
























 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com