Nov 21,2014 07:36:59 AM IST
 

વેકેશન માણવા આ દરિયા કિનારા છે સૌથી બેસ્ટ

May 09, 2012 15:20 Offbeat
 
Tags:   Travel Sea Indian sea Vacation Tour Place Tourist comment     E-Mail     Print    
 
Viewed: 11047
Rate: 3.3
Rating:
Bookmark The Article

ચેન્નઈ, તા. 09

હાલ બાળકોની સ્કૂલની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને મસ્ત વેકેશન શરૂ થઈ ચૂક્યું છે. આ સમયે તમે કોઈ સારા સ્થળે જવા ઈચ્છતા હોવ તો  આ માટે દરિયો કિનારો સૌથી છે બેસ્ટ ઓપ્શન વેકેશન માટે. 

ધરતીના 70.8% ટકા ભાગ પર સમુદ્ર છે. જેના 14 ટકા ભાગ પર છે વિરાટ હિંદ મહાસાગર. ભારત ત્રણ તરફથી દરિયાથી ઘેરાયેલ છે જેના 13 રાજ્યોની સીમાથી દરિયો જોડાયેલ છે. ભારતના દરિયા કાંઠા પર સૂર્યને જોવાનો રોમાંચક અને આદ્યાત્મિક અનુભવ હોય છે. ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં સમુદ્રના હજારો કિલોમીટરની તટરેખા છે.  તટરેખા પર વસેલું છે. 1 આંધ્રપ્રદેશ, 2 પશ્ચિમ બંગાળ,  3 કેરલ, 4 કર્ણાટક,5 તમિલનાડુ,6. આંદામાન-નિકોબાર, દમણ અને દીવ,


તમિલનાડુના સમુદ્રી તટ :
1-મરિન- મરિન સમુદ્ર તટ ચેન્નઈના પૂર્વમાં સ્થિત છે, જ્યાંથી સૂર્યાસ્તનો નજારો ખૂબ શાનદાર લાગે છે.

2- ઈલિયોટ- સમુદ્ર તટ વસંતનગરમાં સ્થિત છે, જ્યાં પર સ્નાન કરવાનો અદભુત લહાવો છે. માટે આના 'બાથિંગ બીચ' પણ કહેવાય છે.

3- કોવલમ- કોવલમ દરિયા કિનારો ચેન્નાઈથી 40 કિલોમીટર દૂર મહાબલિપૂરમના રસ્તા પર એક ગામ ચે જ્યાં કોવેલગ નામથી ઓળખવામાં આવે છે.

4- મહાબલિપૂરમ્- મહાબલિપૂરમનો દરિયા કિનારો સમૃદ્ર તટ ચેન્નાઈથી 58 કિલોમીટર દૂર દક્ષિણમાં સ્થિત છે. અહીં પર ભવ્ય અને સુંદર સમૃદ્રી તટ  સિવાય પલ્લવ રાજવંશોના સમયના સ્મારકો અને પ્રાચીન ગૂફાઓ પર્યટો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

5- કન્યાકુમારી- કન્યાકુમારી સમુદ્રી ટત પર  હિંદ મહાસાગરસ અરેબિયન અને બંગાળની ખાડી સંગમ છે. અહીં હિંદુઓનું પ્રાચીન તીર્થસ્થળ કેન્દ્ર છે. કન્યાકુમારી સૂર્ય ઉદય, સૂર્યાસ્ત અનેપૂનમના ચંદ્રના દર્શન માટે પ્રસિદ્ધ છે. બહુરંગી રેતની સાથે અહીંનો દરિયો સમુદ્રી અને આકાશીય નજારો જોવા માટે પણ વિખ્યાત છે.

6- રામેશ્વરમ્- રામેશ્વરમનો દરિયા કિનારો ચેન્નઈથી 572 કિલોમીટર દૂર છે. આ હિંદુઓ માટેનું પવિત્ર તીર્થ સ્થળ છે. જ્યાં ભગવાન શિવનું ભવ્ય અને પ્રાચીન મંદિર છે જે બાર જ્યોર્તિલિંગો અંતર્ગત આવે છે. આ શિવલિંગની સ્થાપના ભગવાન રામે કરી હતી માટે આ સ્થાનનું નામ રામેશ્વર છે. ભારતની તમામ દરિયાઈ સીમાઓ સુરક્ષિત રહી છે જેના કારણે સમૃદ્રથી લાગેલ ક્ષેત્રમાં આક્રમણકારીઓ અને અન્ય ધર્મના પ્રચારકો અહીંની સંસ્કૃતિને નાબૂદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

રામેશ્વરમમાં અંગ્રેજો, ફ્રાંસિસીઓ, પોર્તગુલવાસીઓ, ઈરાનીઓ વગેરે કબજો કરીને શાસન કરવા દરમિયાન અહીંની મૂળ ભાષા, ધર્મ, સંસ્કૃતિને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. છતાં અહીંના વિવિધતા સભર દરિયા કાંઠા આવનાર તમામ પ્રવાસીઓને આકર્ષિત કરતા હોય છે. વેકેશન, હનિમૂન કે હરવા-ફરવા માટે આ સ્થાન ઉત્તમ કહી શકાય તેમ છે.

(પ્રવાસ વિશે વધુ વાંચો નીચેની લિંક પર કરો ક્લિક)

વિદેશી પર્યટકોનું સ્વર્ગ 'ખજુરાહો' 

શું તમે ભારતમાં આવેલા આ સ્વર્ગની લીધી છે મુલાકાત

માઉન્ટ આબુ:રણમાં હિલ સ્ટેશન

નેપાળ:પ્રકૃતિની સુંદર ભેટ 

જંગલનું અભયારણ્ય:કરો જંગલમાં ભ્રમણ 


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com