Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:41:36 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

વજન ઓછું કરવું હોય તો માતા-પુત્રીની આ કહાણી વાંચવી જ રહી

May 09, 2012 Offbeat
 
Tags:   World Health Mother Daughter Juk food Gastric bypass surgery Mother and daughter Fat Diabetes Foods Meals Weights Surgery Lifestyle comment     E-Mail     Print    
 
Viewed: 8080
Rate: 3.7
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. 09

બ્રિટનમાં રહેતી બે ભારેખમ વજન ધરાવતી માતા-પુત્રી તેમની જીવનશૈલી બદલી તેની પૂર્વે તેઓ દિવસમાં 4 હજાર કેલેરીનું સેવન કરતી હતી. જંકફૂડ પ્રત્યેના અપાર પ્રેમને લીધે માતા અને તેની દીકરીએ હવે પોતાની તમામ જીવનશૈલી બદલી નાંખી અને માન્યામાં ન આવે તેમ બંનેએ પરેજી પાળીને 24 સ્ટોન વજન ઓછું કર્યું હતું. સવાર,બપોર અને રાત્રિના ભોજન પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતી હતી.પરંતુ જ્યારે વર્ષ 2010માં માતા ડેબી માર્સેચને ડાયાબિટિક હોવાની વાત જાણવા મળતી તેને ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.ડેબી માર્ચેસ અને કોએલ પોલે ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી કર્યા પછી બંનેના વજન 28 સ્ટોન ઓછું થયું હતું. 

આ દરમિયાન, પોલે પોતાના ઓપરેશન માટે કુલ 10 હજાર પાઉન્ડની લોન લીધી. માતા અને દીકરીની સર્જરી એક જ તબીબે પૂર્ણ કરી હતી. હવે ડેબી અને પોલ ચીઝ, બિસ્કિટસ અને તાજા ફળોના નાના ટૂકડાઓનું ભોજન લે છે. પરિણામે ડેબીએ તેના શરીરના અડધા ભાગના વજન જેટલું વજન તેણીએ ઓછું કરી નાંખ્યું અને તેની સાઈઝ 14ની થઈ ગઈ. સર્જરી પછી પોલે જોડિયા બાળકોની માતા બનવાનો નિર્ણય કર્યો હતો આ સમય દરમિયાન તેનો પતિ અમિત તેની સાથે રહ્યો હતો. હવે તેની સાઈઝ 16ની થઈ ગઈ છે. તેના જણાવ્યા પ્રમાણે હવે મારી જીવનશૈલી સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હું મારા બાળકો સાથે રમી શકું છુ તેમજ તેમની સાથે ચાલી શકું છું.

પોલનું કહેવું છે કે, મને સર્જરી બાબતે જરાપણ અફસોસ નથી આ સાથે જ તેણી માતા અને તેનું વજન ઓછું થવાથી આનંદની લાગણી અનુભવે છે. તેણીએ ઉમેરતા જણાવ્યું કે, '' જ્યારે અમે સુપર માર્કેટ જતા તે સમયે બધી જગ્યા રોકાઈ જતી. હવે અમે અમારો ખોરાક એકદમ ઓછો કરી નાંખ્યો હોવાથી સારું લાગે છે. હું મારી માતા પર ખૂબ ગર્વ અનુભવું છુ. હવે તે ખૂબ સરસ લાગે છે. અમે બંને સુંદર લાગીએ છીએ.''

તે હવે એવું વિચારવા લાગી છે કે વજન ઓછો થવાની આ યાત્રાથી બંને ઘણી નજીક આવી ગઈ છે. હવે અમે બંને રસોડામાં જમવા કરતાં પાર્કમાં બાળકોની સાથે સમય પસાર કરીએ છીએ.

(ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવનારી આ માતા-પુત્રીની વધુ તસવીરો જુઓ...)
















 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com