|
|
એરઇન્ડિયાના વધુ 10 પાઇલટ બરતરફ, કર્મચારીઓ સાથે વાતચીત કરવા સરકાર રાજી
|
|
May 09, 2012
|
National
|
|
|
|
|
|
|
મુંબઇ 09, મે
સરકારે એર ઇન્ડિયાના આંદોલનકારી પાઇલટોની સાથે વાતચીતની ઇચ્છા વ્યક્ત કરી છે. પરંતુ તેઓએ એમ પણ કહ્યું છે કે વાતચીત પહેલા તેઓએ પોતાની હડતાલ પાછી ખેંચવી પડશે.
સરકારે સાથે સાથે એવી ચેતવણી પણ આપી છે કે જો તેઓને આ પ્રકારની ગતિવિધિઓ વારંવાર જોવા મળી તો, આ સંકટગ્રસ્ત એરલાઇનમાં કોઇ પણ પ્રકારનું રોકાણ નહીં કરવામાં આવે.
સિવિલ એવિએશન મિનિસ્ટર અજીત સિંહે સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, જો તમને ફરિયાદ છે તો અમે વાતચીત માટે તૈયાર છીએ. વાતચીત અને આંદોલન એક સાથે નથી થઇ શકતા. પહેલા તેઓએ હડતાલ પરત ખેંચીને યાત્રીઓની માફી માંગવી પડશે.
એર ઇન્ડિયાએ આજે બુધવારે તેના વધુ 10 કર્મચારીઓને બરતરફ કર્યા છે. દિલ્હી હાઇકોર્ટે પાઇલટોની હડતાળ પર પ્રતિબંધ મુક્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાના પાઇલટો દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત રહેતા ઘણી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. આ કંપનીએ મંગળવારે 10 પાઇલટોને બરખાસ્ત કર્યા હતા જેઓ એક સાથે સિક લિવ લઇને રજાઓ ઉપર ઉતરી ગયા હતા. મેનેજમેન્ટ દ્વારા પગાર ધોરણ તેમજ અન્ય મુદ્દાઓને લઇને લગભગ 100 જેટલા પાઇલટો હડતાળ પર ઉતરી ગયા હતા. જેના કારણે આજે સવારે એર ઇન્ડિયાએ તેની નવી દિલ્હી અને મુંબઇથી ચાર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી.
5 મેના રોજ એર ઇન્ડિયાના પાઇલટો સિક લિવ પર ઉતરી ગયા હતા, જેના કારણે ઘણી બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી, જ્યારે કેટલીક ફ્લાઇટ્સ લેટ પડી હતી.
બિમાર પાઇલટો વિરૂદ્ધ હાઇકોર્ટ જશે AI, આજે 4 ફ્લાઇટ્સ રદ
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|