વૉશિંગ્ટન 9, મે
ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાનને પહેલી વાર અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્રારા ડોક્ટરેટની પદ્દવી આપવામાં આવશે. આ ભારતીય મ્યૂઝિશિયનનું યુનિવર્સિટીનાં 173માં વાર્ષિક સમારોહમાં ડોક્ટરેટની પદ્દવી આપી સન્માન કરવામાં આવશે.
આ સમારોહનું આયોજન ઓહિયો પ્રાંતનાં ઓક્સફોર્ડનાં યેગર સ્ટેડિયમમાં કરવામા આવ્યું છે. જો કે રહેમાનને ચોથી વખત ડોક્ટરેટ પદ્દવી મળવા જઈ રહી છે. તેની પહેલાં રહેમાનને અલીગઢ યુનિવર્સિટી, અન્ના વિશ્વવિદ્યાલય અને બ્રિટનની મિડિલસેક્સ વિશ્વવિદ્યાલય દ્રારા ડોક્ટરેટની પદ્દવી આપવામાં આવી છે.
રહેમાને આ અંગે જણાવ્યું હતું કે, "હું એ તમામ લોકોનો આભાર માનું છું, જે લોકો મારા માટે મહત્વના છે. મારા માતા પિતાનો હુ હંમેશા ઋણી રહ્યો છું. નિર્દેશક મણિરત્નમનો પણ આભારી છું, કેમ કે તેમણે મને ફિલ્મ 'રોજા' થી ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો."