Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:13:51 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

દહીં ખાવાથી શરીર પાતળું રહે છે અને વજન ઘટે છે

May 09, 2012 Offbeat
 
Tags:   Health Yoghurt Study Sex Curd Fertility Men Virile Mice Junk food Fat Obesity Human fertility Mouse Weights comment     E-Mail     Print    
 
Viewed: 8352
Rate: 4.7
Rating:
Read in English
Bookmark The Article

વૉશિંગ્ટન, તા. ૯

દહીં ખાવાથી વ્યક્તિનું શરીર પાતળું રહે છે અને મોટી ઉંમરે વજન પણ વધતું નથી તેવું એક અભ્યાસમાં સંશોધકોને જણાયું હતું, જો દરરોજ ભોજનની સાથે દહીં ખાવામાં આવે તો તેનાથી વ્યક્તિની પ્રજનનક્ષમતામાં પણ વધારો થાય છે. મેસેચ્યુસેટ્સની ટેક્નોલોજી રિસર્ચના સંશોધકો એરિક આલમ અને સુસાન ઇર્ડમેન દ્વારા આ સંદર્ભમાં વિસ્તૃત અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

સંશોધકોની ટીમે દહીંની સ્વાસ્થ્ય પર અસરો તપાસવા માટે ઉંદરો પર તેના પ્રયોગો કર્યા હતા. દહીંમાં રહેલા બેક્ટેરિયા વ્યક્તિનું વજન ઘટાડવા અને શરીરને પાતળું રાખવામાં મુખ્ય ભૂમિકા નિભાવતા હોવાનું તેમને જણાઈ આવ્યું હતું. માનવીનાં શરીરમાં કોષો કરતાં દસ ગણા બેક્ટેરિયા હોવાનું તેમનું માનવું હતું. આ બેક્ટેરિયા શરીરમાં વધુ ચરબી જમા થતી રોકવામાં મદદરૂ પ થતા હોય અને તેને કારણે શરીર પાતળું રાખી શકાતું હોય તેવું તેમનું તારણ હતું. દહીં ખાવાથી વાળનો ગ્રોથ પણ વધ્યો હતો.

  • વ્યક્તિની પ્રજનનક્ષમતામાં પણ વધારો થાય છે
  • દહીંના ઉપયોગથી વાળનો ગ્રોથ પણ વધે છે

નર ઉંદરો પર દહીંની અસરો વધુ રસપ્રદ હતી, તેમની ચામડી વધુ સુંવાળી અને ચમકદાર બની હતી. આ ઉપરાંત નર ઉંદરોની પ્રજનનક્ષમતામાં વધારો થયો હતો. તેમનું શરીર પાતળું બન્યું હતું અને વજનમાં ઘટાડો થયો હતો. માદા ઉંદરોની ચામડી વધારે સુંવાળી અને ચમકદાર બની હતી. દહીંમાં રહેલા બેક્ટેરિયાનો આ પ્રતાપ હતો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com