વલ્લભવિધાનગરઃ
સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ગત માર્ચ માસમાં યોજાયેલી ધો-૧૨ બોર્ડની પરીક્ષામાં આણંદ જિલ્લામાં ૧૪૧૩૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધો-૧૨ સાયન્સ તથા મેડીકલ, ઇજનેરી સહિતની ઉચ્ચ વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા માટે મહત્વની ગણાતી ગત એપ્રિલમાં લેવાયેલી ગુજકેટની પરિક્ષાનુ પરિણામ આજરોજ જાહેર થનાર હોઇ વિદ્યાર્થી,વાલીઓ સહિત શૈક્ષણિક વર્તુળોમાં ઉત્તેજના-ઉત્સુક્તા વર્તાઇ રહી છે.
આ ંઅંગેની મળતી પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં ગત ૫મી માર્ચથી શરૂ થયેલી ધો. ૧૨ બોર્ડની પરીક્ષામાં સાયન્સ અને સામાન્ય પ્રવાહના મળી કુલ ૧૪૧૩૩ વિદ્યાર્થીઓ નોધાયા હતા. આણંદ અને પેટલાદ ઝોન મુજબ સામાન્ય પ્રવાહની પરિક્ષા ૧૧ કેન્દ્રોના ૩૮ બિલ્ડીગમાં યોજાઇ હતી. જ્યારે સાયન્સ પ્રવાહ પરિક્ષાની બેઠક વ્યવસ્થા ૧૩ કેન્દ્રોમાં ગોઠવવામાં આવી હતી. તબીબી, ઇજનેરી સહિતની ઉચ્ચત્તર વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દીના ઘડતરની ઝંખના સેવતા વિદ્યાર્થીઓએ દિવસ-રાત એક કરી પરિક્ષા પૂર્ણ કરી હતી. તદુપરાંત ઉચ્ચત્તર વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ગુજકેટ પરિક્ષા ગત એપ્રિલ માસમાં યોજાઇ હતી. ત્યારે ૧૨ સાયન્સ અને ગુજકેટના આજે જાહેર થનારા પરિણામોને લઇને વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત શૈક્ષણિક વર્તુળોમાં ઉત્સુક્તા અને ઉત્તેજના વર્તાઇ રહી છે. જોકે ગતવર્ષે ચાલુ વર્ષે રિઝલ્ટ ઉચું રહેવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. ત્યારે આજે જાહેર થનારા પરિણામોને લઇને વિવિધ શૈક્ષણિક સંકુલો સહિત વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમના દૃશ્યો સર્જાશે. પરિક્ષાનું પરિણામ બોર્ડની નિયત વેબસાઇટ તથા એસએમએસથી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી હોઇ સરળતા વર્તાઇ રહેશે. જોકે પરિક્ષાનું પરિણામ ૧૪મી તારીખે જિલ્લાના વિવિધ નિયત કેન્દ્રો ઉપરથી વિતરીત કરવામાં આવશે.