મુંબઈ 10, મે
ડોલર સામે રૂપિયામાં ભારે નરમાઈ બાદ આજે સામાન્ય મજબૂતી જોવા મળી હતી. આજે ટ્રેડિંગમાં ડોલરની તુલનાએ રૂપિયો 5 પૈસાની સામાન્ય નરમાઈ લઈ 53.90 પર ખૂલ્યો હતો. શરૂઆતનાં ટ્રેડિંગમાં રૂપિયામાં ઉતાર ચઢાવનો માહોલ જોવા મળ્યો હતો.
આરબીઆઈની ઓપન પોઝિશન લિમિટ લગાવ્યાં બાદ રૂપિયામાં રિકવરી જોવા મળી હતી. હાલમાં ડોલરની સામે રૂપિયો 53.17 પર ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે રૂપિયો 71 પૈસા તૂટી 53.85 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જો કે બીજી તરફ અન્ય કરેન્સીઓને બદલે ડોલરમાં આવેલી તેજીને કારણે રૂપિયા પર દબાણ જોવા મળી શકે છે.