સુરત 10, મે
રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ12 વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ 68.97ટકા જાહેર થયું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પણ 53 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે. 762 એ ટુમાં, 1537 બી વનમાં અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 4063 છે. સુરતમાં એ વન ગ્રેડમાં આવેલા 53 વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પીપી સવાણીમાં 15, ભૂલકાં ભવનમાં 8, લુટ્સ કોન્વેન્ટમાં 4 એલપી સવાણી શાળામાં 5 ભૂલકાં વિહાર, સંસ્કાર ભારતી, જયઅંબે અને ગજેરા વિદ્યાભવનમાં 1 તથા શારદાયતન શાળામાં 4 તેમજ પીસી શાહ સ્કુલમાં એક વિદ્યાર્થી એ વન ગ્રેડમાં પાસ થયો છે.
સુરત ટોપ રેન્કર વિદ્યાર્થીમાં મનન ત્રિવેદીએ ત્રણ વિષયના 300માંથી 295 માર્ક મેળવી ટોપ કર્યું હોવાનો અંદાજ છે. મનનને ફિઝીક્સમાં 97, બાયોલોજી 100, કેમેસ્ટ્રીમાં 98 માર્ક મેળ્યા છે. જ્યારે ગુજકેટમાં 120માંથી 116 માર્ક મળ્યા છે. આ ઉપરાંત મેથ્સ ગ્રુપમાં આઇએન ટેકરાવાલા શાળામાં દીપ મોદીએ પણ ટોપ રેન્ક કર્યો છે. જેમાં મેથ્સમાં 87, તેમજ કેમેસ્ટ્રીમાં 88 અને ફિઝીક્સમાં 93 માર્ક મેળવી મોદીએ પણ ટોચનો ક્રમાંક મેળ્યો છે ચાલુ વર્ષે પ્રથમ વખત ઇન્ટરનેટ ઉપર પરિણામ મુકી દેવાતા મર્કશીટ હવે પછી 14મીએ આપવાની જાહેરાત કરતા શાળાઓમા વિદ્યાર્થીઓનો દુકાળ પડ્યો હતો. મોટાભાગની શાળા ખાલીખમ જોવા મળી હતી. નેટ ઉપર પરિણામ જોઇ લેવાના કારણે કેટલીક શાળાઓમાં એક પણ વિદ્યાર્થીઓ ન હતા. જ્યારે કોમ્પ્યુટર વિષયમાં ત્રણ શાળાના વિદ્યાર્તીઓને 16 માર્ક આવ્યા છે જેના કારણે ટોપ કર્યું હોવા છતાં નવી સિસ્ટમ મુજબ તેઓ નાપાસ થયેલા જાહેર થયા છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 50થી વધુ હોવાની માનવામાં આવે છે.