Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:19:41 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સચિન ક્યારેય 'રિટાયર' નહીં થાય, રાજ્યસભાથી આગળ ફિલ્મોમાં ઝંપલાવશે!

May 10, 2012 Sports
 
Tags:   Sachin Tendulkar Ferrari Ki Sawari Vidhu Vinod Chopra Sharman Joshi Boman Irani Rajya Sabha Pratibha Patil comment     E-Mail     Print    
 
Viewed: 3200
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 10, મે

ક્રિકેટનાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્રિકેટનાં મેદાનમાંથી રાજ્યસભામાં તો આવી ગયાં છે, પરંતુ હવે તે વધુ પ્રગતિ કરવા માંગે છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર સચિન નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 'ફરારી કી સવારી' માં અભિનેતા તરીકે જોવા મળી શકે છે.

હાલમાં જ રાજ્યસભાનાં સભ્ય બનેલાં સચિન હવે આ ફિલ્મમાં અતિથિની ભૂમિકામાં પણ જોવા મળી શકે છે. જો કે આ ફિલ્મનું શુટિંગ આઈપીએલ5 ની મેચ પૂરી થયા બાદ થઈ શકે છે.

આ ફિલ્મ અંગે વિધુ વિનોદ ચોપરાએ જણાવ્યું હતું કે, "મને આનંદ છે કે મારી ફિલ્મમાં સચિન જોવા મળશે. જો કે આ ફિલ્મમાં સચિન અતિથિની ભૂમિકામાં જોવા મળશે, બાકી વધુ હું ફિલ્મ વિશે કહી શકું તેમ નથી." જો કે વિધુ ચોપરા અને સચિનનાં પરિવારમાં પહેલેથી જ સારા સંબંધો છે.
 
આ ફિલ્મ 15મી જૂને રિલીઝ થશે. આ ફિલ્મમાં એક એવા બાળકની કહાની છે, જે ક્રિકેટર બનવા માંગે છે. બાળકનાં પિતા તરીકે શરમન જોષી અને દાદા તરીકે બમન ઈરાની ફિલ્મમાં રોલ કરશે, પરંતુ ફિલ્મમાં જ્યારે શરમન જોષી જ્યારે સચિનની ફરારી ચોરવાની જાય છે, ત્યારે આ ફિલ્મમાં ક્લાઈમેક્સ આવે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com