મુંબઈ 10, મે
ફિલ્મ જગતની અંદર પીઢ કલાકાર કહી શકાય તેવાં અભિનેતા અનૂ કપૂર અભિનેતાની સાથે સારા એન્કર પણ છે, એટલે તેઓ પોતાનો મત સરળતાથી સારી ભાષામાં બોલી શકે છે.
તાજેતરમાં જ અનૂ કપૂરે પ્રિયંકા ચોપરા વિશે જણાવતાં કહ્યું હતું કે, પ્રિયંકા પોતાના કામ પ્રત્યે જરાપણ ગંભીર નથી. તેનું વર્તન જરાપણ પ્રોફેશનલ નથી. જો કે પ્રિયંકા ચોપરાને હાલમાં બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં ગણવામાં છે.
અનૂ કપૂર અને પ્રિયંકા ચોપરાએ એક સાથે ફિલ્મ 'સાત ખૂન માફ' માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં કામ કરતી વખતે અનૂ કપૂરને લાગ્યું કે પ્રિયંકા ચોપરા તેનાં કામ પ્રત્યે જરાપણ વફાદાર નથી.
અનૂ કપૂરે જણાવ્યું હતું કે, હું છેલ્લાં 30 વર્ષથી ફિલ્મોમાં કામ કરું છું, પરંતુ પ્રિયંકા સાથે કામ કરવાથી મને લાગ્યું કે તે તેનાં પાત્રને જરા પણ ન્યાય આપતી નથી.
જો કે સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ફિલ્મ 'સાત ખૂન માફ' માં પ્રિયંકા ચોપરાએ અનૂ કપૂરને કિસ કરવાનો સીન કરવાની ના પાડી હતી. જેથી હવે અનૂ કપૂર જ જાણે કે તે કઈ રીતે પ્રિયંકાને અનપ્રોફેશનલ કહેવા માંગે છે, માત્ર કિસ ન કરવાથી કે પછી બીજી કોઈ બાબતે..