Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 04:04:18 AM IST
 

એફિલ ટાવર ઉપર ફિલ્મનું શૂટિંગ કર્યું... પ્રેમ સોની

May 10, 2012 Supplements > Cine Sandesh
 
comment     E-Mail     Print    
 
Viewed: 925
Rate: 0
Rating:
Bookmark The Article

ડિરેક્ટર કટ

શો બિઝમાં ટોમબોય ટાઈપ અભિનેત્રી પ્રિટી ઝિન્ટા ફિલ્મ ઇશ્ક ઇન પેરિસ’થી નિર્માણમાં પણ ઝંપલાવી રહી છે. આ ફિલ્મનું લગભગ શૂટિંગ પેરિસમાં જ થવાનું છે. પેરિસના શૂટિંગમાંથી ઇન્ડિયા આવેલા આ ફિલ્મના ડિરેક્ટર પ્રેમ સોની સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું કે, પેરિસમાં શૂટિંગ કરવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે...

ઇશ્ક ઇન પેરિસ’ના શૂટિંગ વિશે અને પેરિસ વિશે કંઈક જણાવોને?

પેરિસ ફિલ્માંકન માટે ખૂબ જ સુંદર જગ્યા છે, પણ ત્યાં શૂટિંગ કરવા માટે પરવાનગી લેવી લોઢાના ચણા ચાવવા જેવું છે. આ ફિલ્મના શૂટિંગ માટે લગભગ છ મહિના પહેલાંથી પરવાનગીઓ મેળવવાનો સિલસિલો શરૂ થયો હતો જે હાલમાં પણ જારી જ છે.

એફિલ ટાવર પર પણ શૂટિંગ થવાનું હતું?

મને સૌથી વધારે બીક એફિલ ટાવરના ટોચના ભાગ પરના દૃશ્યની હતી. પ્રીટિ અને રેહાન પર એ દૃશ્ય ફિલ્માવવાનું હતું. ભારેભરખમ ઇક્વિપમેન્ટ એફિલ ટાવર પર લઈ જતાં કંઈક ગરબડ થઈ જશે તો અમારું શું થશે? એ વિચારે મને પરસેવો છૂટી ગયો હતો. જોકે બધું સમુસૂતરું પાર ઊતરી ગયું. દૃશ્ય ફિલ્મમાં જોવાની ખરેખર મજા પડશે એની ગેરેંટી.

ફિલ્મના કાસ્ટ એન્ડ ક્રૂ સાથે કામ કરવું કેવું રહે છે?

ઇન્ડોવેસ્ટર્ન ફિલ્મનો દિગ્દર્શક હોય એવી લાગણી થાય છે. અમુક કલાકારો ઇન્ડિયન છે અને અમુક ફ્રેન્ચ એક્ટર છે. ફ્રેન્ચ એક્ટર્સ સાથે હવે કો ઓર્ડિનેશન કરતાં સારું એવું ફાવી ગયું છે.

પ્રીટિ ઝિન્ટા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

હિરોઈન તરીકે તે કેવી છે એ કહેવાની મારે જરૂર નથી, પણ ‘ઇશ્ક ઇન પેરિસ’માં તેનું અલગ સ્વરૂપ અને અલગ રૂપ જોવા મળશે. તે રિઅલ લાઈફમાં નિર્માત્રીનો રોલ પણ સારો ભજવી રહી છે. દિગ્દર્શકને જે છૂટ જોઈએ તેટલી છૂટ તે આપે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com