ઉત્તરકાશી, તા. 10
દરેક સપનાનો કોઈ ખાસ અર્થ હોય છે. દરેક સપનું કશું કહે છે. તમને આવતા દરેક સપના ઈન્ડિકેટરની જેમ કામ કરતા હોય છે જે તમને તમારા ભવિષ્યમાં થનારી ઊથલ-પાથલથી અવગત કરાવે છે. સપના તમારા જીવનની ઘટનાઓ સાથે સંકળાયેલ છે. તમારા જીવનમાં સારા અને ખરાબ જે કાંઈ બનવાનું છે તેને એક આગાહી રૂપે તમને સંકેત આપે છે.
આજે અમે તમને જણાવીશું કે તમારા સપનામાં માછલી દેખાય તો શું થાય ? અથવા તો માછલી દેખાવાથી કેવી ઘટનાઓ તમારા જીવનમાં આકાર લેશે તે દર્શાવે છે. માછલી દેવત્વ અને ઉત્તમતાનું પ્રતીક છે.
જો તમારા સપનામાં રંગીન માછલીઓ આવે તો શુભ છે, સપનામાં માછલી દેવત્વ અને શ્રેષ્ઠતાનું પ્રતીક ગણાય છે. આવા સપનાં એવું જણાવે છે કે, વ્યકિતનું જીવન ખૂબ સફળ છે અને ભવિષ્યમાં તેને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
જો કોઈ વ્યકિત પોતાના સપનામાં મોચી અને આક્રમક માછલી જુએ છે તો તમને જણાવી દઈએ કે આ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. આવા સપના અંતર્મનમાં સંતાયેલ નકારાત્મક ઊર્જાઓને દર્શાવે છે. જો કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે લોકોને પોતાના સપનામાં શાર્ક, પિરહના અથવા સ્વોર્ડ ફિશ દેખાય તો આવા લોકો પોતાના આગામી જીવનમાં દેવાથી પીડિત બની શકે છે. પરંતુ સપનામાં ડોલ્ફિન માચલી ધન અને સારું આરોગ્ય દર્શાવે છે.
જો કોઈ વ્યકિત પોતાના સપનામાં એવું જુએ કે તે માછલી પકડી રહ્યો છે અને કોઈ મોટી માછલી તેના હાથમાં આવી ગઈ છે તો આ ઘટના જ્યોતિષ પ્રમાણે ખૂબ શુભકારી ગણાય છે. આ સપનું એવું દર્શાવે છે કે જલ્દી જ તેને ખૂબ ધન મળશે, સાથે તેની સાથે કોઈ ખાસ ઘટના ઘટનારી છે. જે તેને ખૂબ સારો ફાયદો કરાવનારી સાબિત થશે.
જો વ્યકિત એવું જોય કે તે તરતા-તરતા માછલી પકડી રહ્યો છે તો આનો અર્થ કે જીવનમાં કરેલ કઠોર પરિશ્રમ પછી તેને ઘણી સફળતા મળવાની છે. જો હવે તમારા સપનામાં માછલી પ્રકટ થાય તો સમજી લેવું કે ઈશ્વરની કૃપા મળવાની છે. આ કામ હંમણાં સુધી કોઈ રીતે અટકેલું હતું તે હવે ચપટી વગાડતા પૂર્ણ થઈ જશે. તો હવે પછી ક્યારેય તમારા સપનામાં માછલી આવે તો સમજી લેવું કે તમને ટૂંક સમયમાં શ્રેષ્ઠતા અને દેવત્વ મળવાનું છે.
(સપના સાથે જોડાયેલ અન્ય કેટલાક ન્યૂઝ)
તમને આવાં સપનાં આવે છે? તો વાંચો
સપનામાં આ જોવા મળે તો મળશે ખૂબ પ્રસિદ્ધિ અને ધન વૈભવ
સપનાંમાં આ દેખાય તો થશે ચિંતા સમાપ્ત
સુહાગરાતનાં 'ઢોલિયા' પર એવું તો શું બન્યું કે સૌની ઉડાવી દીધી નિંદર!
જાણો તમારા સપનામાં આ આવેતો શું થાય