ભરૂચ, તા.૧૦
ભરૂચ શહેરનો ૩૦ વર્ષીય મુસ્લિમ યુવાન ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતી ૨૧ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ની લાલચ આપી છેલ્લા બે માસ અગાઉ ભગાડી જવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હિન્દુ યુવતીને એક મુસ્લિમ યુવક પ્રેમમાં ફસાવીબળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે લગ્ન પણ કરી લેતા આ બનાવે યુવતીની માતા દ્વારા ઝઘડિયા પોલીસ સમક્ષ ફરીયાદ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે માત્ર જાણવા જોગ ફરીયાદ લીધી હતી. ફરીયાદી પક્ષ દ્વારા આખરે ભરૂચ જિલ્લા કલેક્ટરને સમગ્ર બાબતે માહિતગાર કરાતા જિલ્લા કલેક્ટરના હુકમને કારણે ઝઘડિયા પોલીસે આખરે ફરીયાદ નોંધી છે.
- હ ભરૂચ જિલ્લા કલેક્ટરના હુકમથી ઝઘડિયા પોલીસે ફરીયાદ નોંધી
ભરૂચ શહેરના કસક ગરનાળા વિસ્તારમાં આવેલા બરાનપુરામાં રહેતો ૩૦ વર્ષીય મોઇનસિંહ ઉમરાવસિંહ રણા નામનો મુસ્લિમ યુવાન ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતી ૨૧ વર્ષીય મનીષા નટવરભાઇ પરમારને પ્રેમજાળમાં ફસાવી લગ્ની લાલચ આપી ગત ૨૭ ફેબ્રુઆરીના રોજ મુલદ ગામેથી ભગાડી ગયો હતો. આ બનાવે યુવતીની માતા કપીલાબેન પરમારે ઝઘડિયા પોલીસનો સંપર્ક કરતા પોલીસે જાણવા જોગ ફરીયાદ નોંધી હતી. જ્યારે આ બનાવે ઝઘડિયા પોલીસે હાલ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. તાજેતરમાં જ યુવકના પક્ષ દ્વારા મુંબઇથી લગ્ન કર્યાનું પ્રમાણપત્ર પોલીસ મથકે આવતા યુવતીનું ધર્મ પરિવર્તન કરાયું હોવાનું યુવતીના પરિવારજનોને જાણમાં આવ્યું હતું.
ધર્મ પરિવાર્તન માટ્રે જિલ્લા કલેક્ટરની પરવાનગી લેવી જરૂરી હોય આ બનાવે યુવતીના પરિવાર દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો હતો. ત્યારે માલુમ પડયું હતું કે આ પ્રકારની કોઇ મંજુરી લેવાય નથી. યુવતીના પરિવારજનો દ્વારા તેણીનું બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાયું હોવાના આક્ષેપ કરાય રહ્યા છે. હિન્દુ યુવતીનું ધર્મ પરિવર્તન કરાયું હોય જિલ્લા કલેક્ટરે આ બનાવે તત્કાલીન કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ ફરમાવ્યો હતો. ફરીયાદમાં નિરશતા દાખવનાર ઝઘડિયા પોલીસે આખરે જિલ્લા કલેક્ટરના હુકમથી ગત મોડી રાત્રે ગુનો દાખલ કરી યુવક યુવતીની શોધખોળ આદરી છે.
ધર્મ પરિવર્તન કરાવી હિન્દુ યુવતીનું મુસ્લિમ નામ કર્યુ
ભરૂચના મુસ્લિમ યુવાન દ્વારા હિન્દુ યુવતીને ભગાડી જઇ કોઇ પણ જાતની પરવાનગી લીધા વગર તેણીનું ધર્મ પરિવર્તન કરાવામાં આવ્યું છે. હિન્દુ યુવતીને બળજબરી મુસ્લિમ બનાવી તેણીનું મુસ્લિમ નામ રાખી મુંબઇ ખાતે કાજીઓની હાજરીમાં મુસ્લિમ યુવાન સાથે તેણીના લગ્ન કરવામાં આવ્યા હતા. જે અંગે યુવકના પરિવારજનો દ્વારા ઝઘડિયા પોલીસને મુંબઇથી લગ્નનું પ્રમાણ પત્ર મોકલવામાં આવ્યું હતું. જો કે બંને યુવક યુવતીની હજુ સુધી કોઇ ભાળ મળી નથી.
મુસ્લિમ યુવાનના અગાઉ બે વાર લગ્ન થઇ ચુક્યા છે
ભરૂચનો મુસ્લિમ યુવાન મોઇનસિંહ રણા મુલદ ગામની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગત ૨૭ ફેબ્રુઆરીના રોજ ભગાડી ગયો હતો. તેણીનું બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન પણ કરાવી હિન્દુ યુવતીનું મુસ્લિમ નામ રાખી તેણી સાથે લગ્ન થતા, આ બનાવે યુવતીના પરિવારજનો દ્વારા જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યારે મુસ્લિમ યુવાનના આ ત્રીજા લગ્ન હોવાનું યુવતીના પરિવારજનોને લગ્ન રજિસ્ટાર શાખામાંથી જાણવા મળ્યું હતું. આ અગાઉ મોઇનસિંહના બે વાર લગ્ન અને બે વાર તલાક થઇ ચુક્યા છે. જ્યારે તેણે ત્રીજી વાર હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી છે.