Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:06:24 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

જજના ત્યાં ચોરીનો પ્રયાસ કરનારા ઝબ્બે

May 11, 2012 Ahmedabad > Kheda-Anand
 
comment     E-Mail     Print    
 
Viewed: 533
Rate: 0
Rating:
Bookmark The Article

નડિયાદ :

નડિયાદ - કપડવંજ રોડ પર આવેલા કોર્ટ કેમ્પસ રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરતા ત્રણ ઈસમો ઝડપાઈ ગયા હતા. ફરિયાદી ડૉ.અમનભાઈ તારાચંદ મહેશ્વરીએ નડિયાદ ટાઉન પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે તા. ૯-૫-૨૦૧૨ના રોજ સવારે ૯-૪૫ કલાકે ત્રણ ઈસમો તેમના મકાનના પાછળ બેડરૂમની ગેલરીના સળિયા તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા હતા. તે દરમિયાન કોર્ટના પટાવાળાની નજર તે ત્રણ અજાણ્યા ઈસમો પર પડતાં બૂમાબૂમ કરી હતી, અને કોર્ટ કેમ્પસમાં ફરજ પરની પોલીસ આવી પહોંચતા એક ૧૬ વર્ષનો કિશોર ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય બે ઈસમો ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે ઝડપાઈ ગયેલા કિશોરની પુછપરછ અને સઘન તપાસ કરતાં અન્ય બે ઈસમોની પણ ઓળખ થઈ હતી. તે બંને દિનેશ દિલીપભાઈ તળપદા અને ભૂપત શાંતિભાઈ મારવાડી સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com