મુખ્ય કલાકારો :કરિશ્મા કપૂર,રજનીશ દુગ્ગલ,જીમી શેરગિલ,દિવ્યા દત્તા, આર્ય બબ્બર,ગ્રેસી સિંહ, સમીર કોચર
નિર્માતા : અરુણ રંગાચારી
દિગ્દર્શક : વિક્રમ ભટ્ટ
સંગીત : હિમેશ રેશમિયા
રેટિંગ:
સ્ટોરી :
સ્ટોરી: ફિલ્મ 'ડેન્જરસ ઈશ્ક' ની કહાની સુપરમોડેલ સંજના (કરિશ્મા કપૂર) અને તેનાં પતિ રોહન (રજનીશ દુગ્ગલ) ની છે. રોહન એક મોટા બિઝનેસમેનનો પુત્ર હોય છે. તે સંજનાને પ્રેમ કરતો હોય છે. એક દિવસ રોહન અને સંજના પેરિસ જવાનું પ્લાનિંગ કરે છે, પરંતુ અચાનક સંજનાને મોડેલિંગની ઓફર મળતાં તે જવાની ના પાડે છે અને રોહનને પણ તે જવા દેતી નથી.અને તેવામાં જ રોહનનું અપહરણ થઈ જાય છે, ત્યારબાદ સંજનાનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.
રોહનનો અપહરણ કર્તા 50 કરોડની માંગણી કરે છે, અને બીજી તરફ રોહનને પણ લાગે છે કે તેનું મોત હવે નક્કી છે. જો કે અચાનક જ સંજનાની અંદર એવી શક્તિ આવી જાય છે કે તેને જાતનાં જાતનાં સપનાં આવે છે, અને બાદમાં તેને સમજાય છે કે તેનાં સપનામાં કંઈક રહસ્યો છૂપાયેલાં હોય છે, અને તેની મદદથી જ તે રોહનને બચાવી શકે છે. જો કે તેને આવતાં સપનાં તેનાં ભૂતકાળનાં હોય છે. તો શું સંજના પોતાના ભવિષ્ય માટે ભૂતકાળમાં જવું પસંદ કરશે? સંજનાને અદ્રશ્ય શક્તિનો અહેસાસ શા માટે થાય છે? તે તમને ફિલ્મમાં જાણવા મળશે.
રિવ્યૂ :
આ ફિલ્મમાં વિક્રમ ભટ્ટે ખૂબ જ જટિલ કહાની મૂકી છે, જો કે તેમ છતાં પૂર્વ જનમનાં સિકવન્સ તમને કન્ફ્યૂઝ કરી શકે તેવાં નથી.આ ફિલ્મની કહાની નવી નથી, તેમ છતાં ફિલ્મ સસપેન્સ અને રોમાંચથી ભરપૂર છે. આ ફિલ્મમાં જો કે મુખ્ય રોલ તો કરિશ્માનો જ ગણાવી શકાય. ફિલ્મમાં કરિશ્માએ અલગ અલગ ધર્મની યુવતીનું પાત્ર બખૂબી રીતે નિભાવ્યું છે. રજનીશ દુગ્ગલ, જીમી શેરગિલ અને દિવ્યા દત્તા પણ તેમની હાજરી પૂરાવી જાય છે.
જો કે રુસલાન મુમતાઝ પોતાના પાત્રમાં બરોબર ફિટ થઈ શકી નથી. નિર્દેશક વિક્રમ ભટ્ટ અગાઉ પણ સસ્પેન્સ થીમ પર ફિલ્મ બનાવી ચૂક્યાં છે. વિક્રમે અલગ અલગ જનમની ભૂમિકા સેટ તૈયાર કરી આબેહૂબ બાંધી આપી છે. જે તે સમયની સંસ્કૃતિનું પણ તેમણે ધ્યાન રાખ્યું છે. ફિલ્મમાં સંગીત એટલું રસપ્રદ નથી, કેમ કે તે જે તે સમયનાં અનુરૂપ અને ભાષા પ્રમાણે બનાવવામાં આવ્યાં છે. 3ડી ની સિનેમેટોગ્રાફી ફિલ્મમાં અદ્દભૂત રીતે જોવા મળે છે. આ ફિલ્મમાં સૌથી વધુ આકર્ષણ કરિશ્મા કપૂરનું છે, જે લગ્ન બાદ પ્રથમ વાર ફિલ્મોમાં જોવા મળી રહી છે.